મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે હેતુથી બોટાદ જિલ્લામાં બે આદર્શ મતદાન મથક કાર્યરત થશે - At This Time

મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે હેતુથી બોટાદ જિલ્લામાં બે આદર્શ મતદાન મથક કાર્યરત થશે


સુશોભિત આદર્શ મતદાન મથક થકી મતદાન માટે નાગરિકોનો ઉત્સાહ વધારાશે

106- ગઢડા વિધાનસભા મતદાર વિભાગમાં 192- ગઢડા-2 ભડલી ગેટ અને 107- બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં 211-બોટાદ-71 ખસ રોડ ખાતે મોડેલ પોલિંગ સ્ટેશન

બોટાદ જિલ્લાની બંને વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહનાં નેતૃત્વ હેઠળ સમગ્ર ચૂંટણીતંત્ર નિરંતર કામગીરી કરી રહ્યું છે. મતદારોને મતદાન કરવા પ્રેરવા માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે મતદારો અવશ્ય મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે હેતુથી બોટાદ જિલ્લામાં બે આદર્શ મતદાન મથક (મોડેલ પોલિંગ સ્ટેશન)કાર્યરત થશે.

મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે વિશ્વાસ જાગે અને મતદારો મતદાન કરવા પ્રેરાય તે હેતુથી બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ આદર્શ મતદાન મથક (મોડેલ પોલિંગ સ્ટેશન)નો અભિગમ અપનાવાયો છે. જે અંતર્ગત 106- ગઢડા વિધાનસભા મતદાર વિભાગમાં 192- ગઢડા-2 ભડલી ગેટ, બ્રાંચ શાળા નંબર -1 ખાતે તેમજ 107- બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં 211-બોટાદ-71 ખસ રોડ, શંકરપરા પ્રાથમિક શાળા ખાતે મોડેલ પોલિંગ સ્ટેશન કાર્યરત થશે.

નાગરિકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને તેઓ લોકશાહીની પ્રક્રિયામાં મતદાન થકી પોતાની પવિત્ર ફરજ બજાવે તે હેતુથી જિલ્લામાં બે મોડેલ પોલિંગ બુથ એટલે કે ઉદાહરણરૂપ આદર્શ મતદાન મથકો તૈયાર કરાશે. બંને આદર્શ મતદાન મથકો સુશોભિત અને ઉદાહરણરૂપ હશે, જે મતદાન માટે નાગરિકોનો ઉત્સાહ વધારશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.