હળવદ ધરતીનગર સોસાયટીના રહેણાંક મકાનમાંથી રોકડ-દાગીના લઈ ને તસ્કરો રફુચક્કર - At This Time

હળવદ ધરતીનગર સોસાયટીના રહેણાંક મકાનમાંથી રોકડ-દાગીના લઈ ને તસ્કરો રફુચક્કર


બનાવ પગલે પરિવારે પોલીસ મથકમાં લેખિત માં અરજી કરી, ધટનાની જાણ થતા તાત્કાલિક હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા

હળવદ માં ધરતીનગર સોસાયટીમાં એક ચોરીની ઘટના બની છે. તસ્કરોએ રાત્રિના સમયે ચોરીનો અંજામ આપી રોકડ તથા સોના ચાંદીના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા તેને ઝડપી લેવા હળવદ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

હળવદના રહેવાસી ગીરીશકુમાર અરવિંદભાઈ નાકરાણી (ઉ.વ.૩૭) હળવદ પોલીસ મથકમાં લેખિત અરજી કરી જણાવ્યું છે કે તેઓ હળવદ જનતા હોટેલ પાછળ આવેલ ધરતીનગરમાં પ્લોટ નં ૪૫,૪૬ ખાતે આવેલ મકાનમાં રહે છે ગત તા. ૨૧ ના રોજ અરજદાર ગીરીશકુમાર, તેના પત્ની અને દીકરો બધા રૂમમાં મૈને સુઈ ગયા હતા અને માતાપિતા તેમજ દીકરી તેના રૂમમાં સુઈ ગયા હતા વહેલી સવારે ત્રણેક વાગ્યે દીકરો લઘુશંકા કરવા ઉઠ્યો હતો ત્યારે રૂમનો દરવાજો બહારથી બંધ હતો જેથી રૂમની બાલ્કનીમાંથી ધાબા પર ચડીને સીડી વાટે નીચે ઉતરીને રૂમનો દરવાજો ખોલ્યો અને પિતાજીના રૂમનો દરવાજો પણ બહારથી બંધ હતો જે ખોલ્યો હતો

બાદમાં ઘરમાં તપાસ કરતા રસોડાની બારી તૂટેલ હોય અને બાજુનો એક રૂમમાં ઘરેણા, રોકડ રકમ રાખેલ હોય જ્યાં સામાન વેર વિખેર હતો ઘરેણા અને રોકડ રકમ રાખેલ તિજોરી રૂમમાં ખુલી હતી તિજોરીમાં જોતા અંદાજે ૬ તોલા સોનાનું મંગલપુત્ર, સોનાના પાટલા ૨ નંગ અને અંદાજે ૨.૫ તોલા સોનાની કાનની બુટી ૩ સેટ તથા ચેઈન પેન્ડલ સાથે ૨.૫ તોલા સોનાનો મળીને કુલ ૧૫ તોલા સોનાના દાગીના અને ચાંદીનો કંદોરો તેમજ જુડો ૪ તોલાનો તેમજ રોકડ રકમ રૂ ૮૦૦૦ ની ચોરી થયાનું માલૂમ પડ્યું હતું ઘરના રસોડા પાસેની બારી તોડી અજાણ્યા ચોર ઇસમેં ચોરી કર્યાનું અરજીમાં જણાવ્યું છે હળવદ પોલીસે અરજીને આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.