સાબરકાંઠા જિલ્લા ઈડર કોલેજ મા મહિલા મોરચો દ્વારા યુવતી સંમેલન કાર્યક્રમ યોજાયો - At This Time

સાબરકાંઠા જિલ્લા ઈડર કોલેજ મા મહિલા મોરચો દ્વારા યુવતી સંમેલન કાર્યક્રમ યોજાયો


તા:12/1/24ના રોજ ઈડર આટૅસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા મહિલા મોરચા દ્વારા *"યુવા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત"* યુવતી સંમેલન યોજાયું. તેમાં આંજણા પાટીદાર કોલેજ, નર્સિંગ કોલેજ મહિલા કોલેજ,આઇ.ટી.આઇ કોલેજ,પી.ટી.સી કોલેજ, સાયન્સ કોલેજ, તથા એશિયન (વડાલી) કોલેજ ની ૮૦૦ જેટલી બહોળી સંખ્યામાં યુવતીઓ હાજર રહી. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચા ના મંત્રી અને કમલમ ડીજીટલ ઇન્ચાર્જ શ્રીમતી શ્રદ્ધા બેન ઝા , પ્રદેશ ઉપાધ્યક્ષા કુ. કૌશલ્યા કુંવર બા, જિલ્લા મહિલા મોરચા ના અધ્યક્ષા શ્રીમતી નીલાબેન પટેલ,સંગઠન પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, આટૅસ એન્ડ કોમર્સ કોલેજના પ્રમુખ શ્રી પી.સી.પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ કાંતિ ભાઈ પટેલ, જીલ્લા સંગઠન ના મહિલા હોદ્દેદાર, ઈડર વિધાનસભા ના સંગઠન પ્રમુખ,ઇડર વિધાનસભા ના મહિલા મોરચા ના પ્રમુખ તથા હોદ્દેદારો અને જિલ્લા મહિલા મોરચા ના સંયોજક ભાવનાબેન પંડ્યા , મોનિકાબેન, લતાબેન, નિર્મળાબેન પંચાલ, સંસ્કૃતિ પંચાલઅને હોદેદારો ની હાજરીમાં કાયૅકમ યોજાયો. આ કાર્યક્રમમાં નીલાબેન પટેલે સ્વાગત પ્રવચન આપ્યું.શ્રીમતી શ્રદ્ધા બેન ઝા એ મોદી સાહેબ ના કેન્દ્ર સરકાર ના યુવતીઓ માટેના અસરકારક યોજના અને યુવતી એમ્બેસેડર તરીકેની તથા સૌથી વધુ મહિલા પાયલોટ માટે પ્રોત્સાહિત કરવા માટે આને મતદાતા જાગૃતિ વિશે માહિતી આપી. કૌશલ્યા કુંવર બા તથા સંગઠન પ્રમુખ કનુભાઇ પટેલે પણ વિષય ના અનુસંધાને વક્તવ્ય આપ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન ના મંત્રીઓ મિનાક્ષીબેન ગઢવી અને કપિલાબેન ખાંટ એ સાથ સહકાર આપ્યો. કાયૅકમ નું સંચાલન જિલ્લા મહિલા મોરચા ના મહામંત્રી -કાજલબેન દોશી અને લીનાબેન વ્યાસે આભાર વિધિ કરી. જિલ્લા મહિલા મોરચા એ આ કાર્યક્રમ સફળ બનાવ્યો.
*સાબરકાંઠા જિલ્લા મહિલા મોરચા*
પ્રભારી:-ડૉ.સુશીલાબેન પટેલ.
પ્રમુખ -નીલાબેન પટેલ.
મહામંત્રી -કાજલબેન દોશી અને લીનાબેન વ્યાસ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.