જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની સમીક્ષા બેઠક યોજાઈ - At This Time

જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની સમીક્ષા બેઠક યોજાઈ


જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની સમીક્ષા બેઠક યોજાઈ

બેઠકમાં કલેક્ટર એ આરોગ્ય વિભાગના તમામ અધિકારી ઓ-કર્મચારીશ્રીઓ સઘન કામગીરી હાથ ધરવા પ્રોત્સાહિત કર્યા

બોટાદ જિલ્લા કલેક્ટર બી.એ. શાહના અધ્યક્ષસ્થાને તથા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મુકેશભાઈ પરમારની ઉપસ્થિતિમાં ગવર્નીંગ બોડી/જિલ્લા આરોગ્ય સંકલનની બેઠક મળી હતી. જેમાં કલેક્ટર એ આરોગ્ય વિભાગને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી સુચનો કર્યા હતા તેમજ આરોગ્યલક્ષી કામગીરી અંગે સમીક્ષા કરી હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટર એ માતા અને બાળ મરણ સર્વેલન્સ રિસ્પોન્સ કમિટિ અંતર્ગત વર્ષ 2022-23માં થયેલા માતૃ-બાળ મરણ અંગે સમીક્ષા કરી આ અંગે સઘન પગલા લઇ જરૂરી મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગવર્નીંગ બોડી અને જાહેર આરોગ્ય સંકલન સમિતિ અંતર્ગત વર્ષ 2022-23માં થયેલી કામગીરીની ગત વર્ષ સાથે સરખામણી તથા એ.એન.સી. રજીસ્ટ્રેશન, અર્લી એ.એન.સી., ડિલિવરી, ઈમ્યુનાઈઝેશન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત કલેક્ટર દ્વારા વાતાવરણીય બદલાવ અને સંચારી રોગચાળા અટકાયતી પગલાં માટે સુસજ્જ રહેવા તાલુકા વિકાસ અધિકારી ઓ, ચીફ ઓફિસર ઓ તેમજ આરોગ્ય તંત્રને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કલેક્ટર ની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી અમૃતમ ફરિયાદ નિવારણ કમિટીની બેઠક, પીએમજેવાય કમિટીની બેઠક, ડીસ્ટ્રીક્ટ લેવલ ક્વોલીટી એશ્યોરન્સ કમિટીની બેઠક, ડીસ્ટ્રીક્ટ કમિટી ફોર એડોલેસન્ટ હેલ્થ અને ટીબી ફોરમની બેઠક મળી હતી. કલેક્ટર એ આરોગ્ય વિભાગના તમામ અધિકારી ઓ- કર્મચારી ઓ સઘન કામગીરી હાથ ધરે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ઉક્ત બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જે.એસ.કનોરિયા દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી આરોગ્ય શાખાની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારી ઓ અને કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Report By Nikunj Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.