18મીએ GPSC વર્ગ-3ની 13383 ઉમેદવારો પરીક્ષા આપશે, 120 અધિકારીઓ સુપરવિઝન કરશે - At This Time

18મીએ GPSC વર્ગ-3ની 13383 ઉમેદવારો પરીક્ષા આપશે, 120 અધિકારીઓ સુપરવિઝન કરશે


ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજકોટમાં આગામી 18મી ડિસેમ્બરના રોજ ચીફ ઓફિસર વર્ગ-3 માટેની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં 60 કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે રાજકોટ તેમજ આસપાસના જિલ્લાઓમાંથી 13,383 ઉમેદવારો નોંધાયા છે.જિલ્લા કલેક્ટર કચેરી તરફથી મળેલી માહિતી મુજબ, આ પ્રાથમિક પરીક્ષાનો સમય સવારે 11થી 12.15નો છે. દરેક પરીક્ષા કેન્દ્રો પર ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગના એક-એક પ્રતિનિધિ તેમજ એક-એક તકેદારી અધિકારી મળીને 120 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવા માટે જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે કામ કરી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.