માંગરોળના યુવાનને ફોન કરી ધર્મ વિશે વાણી વિલાસ કરતો આરોપી ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી પોલીસ - At This Time

માંગરોળના યુવાનને ફોન કરી ધર્મ વિશે વાણી વિલાસ કરતો આરોપી ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી પોલીસ


તાજેતરમાં માળીયા હાટીના પંથકમાં માંગરોળના એક મુસ્લિમ યુવકને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ફોન કરી મુસ્લિમ ધાર્મિક વિશે અશોભનીય શબ્દોનો ઉપયોગ કર્યો હોય અને બેફામ વાણી વિલાસ કરતો વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને માળીયા હાટીના પંથક માં માંગરોળના યુવાનને અજાણ્યા શખ્સે ફોન કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે માળીયાહાટીના પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે અને આરોપી ની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરતા ગણતરીના કલાકો માળીયા હાટીના psi બી.કે.ચાવડા સહિત માળીયા હાટીના પોલીસ તેમજ જુનાગઢ જીલ્લા lcb, એસ.ઓજી સહિત અલગ અલગ પોલીસ ટીમ સાથે રહી રાત દિવસ જોયા વગર આરોપી ને ઝડપી લેતા શ્રેષ્ઠ કામગિરી કરેલ આ તકે મુસ્લીમ સમાજના આગેવાનો એ પોલીસની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.