રોહીદાસપરાના યુવક પર ત્રણ શખ્સોનો હુમલો - At This Time

રોહીદાસપરાના યુવક પર ત્રણ શખ્સોનો હુમલો


શહેરનાં રોહીદાસપરામાં રહેતાં યુવક પર ત્રણ શખ્સો હુમલો કરી નાસી ગયા હતા. બાદ યુવકને 108 મારફત ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની વિગત મુજબ કુવાડવા રોડ રોહિદાસપરામાં રહેતો ગૌતમ દેવજીભાઈ મકવાણા (ઉ.વ.23) અને તેનો મિત્ર ગઈ કાલ રાત્રીના બારેક વાગ્યાનાં આસપાસ ચા પિવા જતા હતા. ત્યારે પેડક રોડ સેટેલાઈટ ચોક પાસે પહોંચતા આકાશ, ભરત અને એક અજાણ્યા શખ્સે કોઈ કારણોસર ઝઘડો કરી મારામારી કરી હતી. તેમાંથી આકાશ નામનાં શખ્સે છરી વડે હૂમલો કરી ગૌતમને ઈજા પહોંચાડી નાસી ગયા હતા. બાદ યુવકને તાકિદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે જરુરી કાર્યવાહી કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.