અમદાવાદનાં વટવા વોર્ડમાં મોટી દરગાહ પાસે મચ્છી પીઠ ની બાજુમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોરમાં પીવાના પાણીમાં માટી આવે છે.
અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા વટવા વોર્ડમાં મોટી દરગાહ પાસે મચ્છી પીઠ ની બાજુમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોરમાં પીવાના પાણીમાં માટી આવે છે. જેથી તે પાણી પીવા લાયક હોતું નથી રહીશોને પથરીની બીમારી થાય છે.આપણે સૌ જાણીએ છીએ કે મોટા ભાગની બીમારીઓ ખરાબ પાણી ને કારણે જ થતી હોય છે. પાણી આવનાર નળ માટી થી જામ થઈ જાય છે. આ બોરમાં કોલમ વધારી પીવાનું પાણી આપવામાં આવે તો આ પ્રશ્ન હલ થાય તેમ છે્ આ અંગે વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા તાકીદે કામગીરી કરવા દક્ષિણ ઝોનના એડી. સીટી એન્જિનિયર ને પણ અહીંના આગેવાન ઝફરભાઈ ગુલામ હેદર બુખારી દ્વારા જાણ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે મોટી દરગાહ વિસ્તારમાં લોકો ક્યારે શુધ્ધ પાણી જોશે,એ આવનારા સમય જ બતાવશે.
રિપોર્ટ બાય
સૌરાંગ ઠક્કર, અમદાવાદ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.