ડ્રાઇવરો પીધેલા છે ? મહાપાલિકા બ્રેથ એનેલાઇઝરથી દૈનિક ચકાસણી કરાશે - At This Time

ડ્રાઇવરો પીધેલા છે ? મહાપાલિકા બ્રેથ એનેલાઇઝરથી દૈનિક ચકાસણી કરાશે


ઇન્દીરા સર્કલ પાસેનાં સીટી બસનાં ગંભીર બનાવ બાદ અંતે મનપા તંત્ર જાગ્યુ છે અને સીટી બસ સહિત મહાપાલિકાનાં તમામ વાહનોનાં ડ્રાઇવરે નશો કરેલી હાલતમાં છે કે નહીં ? તે માટે ખાસ ચકાસણી બ્રેથ એનેલાઇઝરથી કરવાનો એક ખાસ પરિપત્ર દ્વારા મ્યુનિ. કમિશનરે આદેશ કર્યો છે.
આ પરિપત્રમાં મ્યુનિ. કમિશનરે વિવિધ સુચનાઓ જારી કરતા જણાવેલ હતું કે, અત્રેથી વિજીલન્સ શાખાના સ્ટાફ દ્વારા ફરજ પરના તમામ ડ્રાઇવરોને બ્રેથ એનેલાઇઝરથી રેન્ડમલી ચેક કરવામાં આવશે તેમજ વાહનોની સ્પીડની ચકાસણી સ્પીડ ગન મારફત કરવામાં આવશે. જરૂરીયાત મુજબના બ્રેથ એનેલાઇઝર તથા સ્પીડ ગનની ખરીદી સ્ટોર શાખાએ કરવાની રહેશે.
તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વપરાતા કોઇ પણ વાહનને અકસ્માત થાય તેવા સંજોગોમાં એક સ્ટેન્ડીંગ ફેકટ ફાઇન્ડિંગ કમીટીની રચના કરવામાં આવે છે. જયારે રાજકોટ મહાનગરપાલિકાના તમામ ડ્રાઇવરોની દર ત્રણ માસે આરોગ્ય લક્ષી ચકાસણી કરવાની રહેશે.
રાજકોટ મહાનગરપાલિકામાં કામ કરતા કોન્ટ્રાકટરો દ્વારા કોન્ટ્રાકટ ઉપર ભાડે લેવાયેલ વાહનો, આઉટસોર્સિંગથી સેવા લેવાયેલ ડ્રાઇવરો વિગરેની આરોગ્યલક્ષી માહિતી (આરોગ્ય અધિકારી જે નકકી કરે તે મુજબના નમુનામાં) દર ત્રણ માસે (એટલે કે રપ માર્ચ, રપ જુન, રપ સપ્ટેમ્બર, રપ ડિસેમ્બર લગત શાખાધિકારીઅને આપવાની રહેશે.
તથા આ માહિતી મળ્યા બાદ શાખાધિકારીએ કોન્ટ્રાકટરે એ આપેલી માહિતી ઉપરાંત પોતાની શાખામાં કામ કરતા રાજકોટ મહાનગરપાલિકાના પે-રોલ પરના ડ્રાઇવરોની યાદી ઉમેરી આરોગ્ય અધિકારીને ત્રણ દિવસમાં સુપ્રત કરવાની રહેશે.
જયારે આરોગ્ય અધિકારી દ્વારા આ તમામ યાદી ચેક કરી યુપીએચસી વાઇઝ તમામ ડ્રાઇવરોની આરોગ્યલક્ષી તપાસનું શેડયુલ એક માસ એટલે કે એપ્રિલ, જુલાઇ, ઓકટોબર અને જાન્યુઆરીમાં પૂર્ણ કરી તેનો રિપોર્ટ કમિશનરને આપશે તેમજ અનફિટ જણાતા ડ્રાઇવરો બાબતે તાત્કાલીક સંબંધીત શાખાધિકારીઓને જાણ કરી તેઓને ઓફ રોડ કરવાની સુચના આપવાની રહેશે.
આ ફિટનેશ ચેકીંગ એક રૂટીન ચકાસણી છે જેનું રેકર્ડ યુપીએચસી વાઇઝ નિભાવવાનું રહેશે. તેમજ ચકાસણીની વિગતો આરોગ્ય અધિકાર દ્વારા નિયત કરવાની રહેશે. આ આરોગ્યલક્ષી ચકાસણી બાદ પણ કોન્ટ્રાકટરની પોતાના ડ્રાઇવરોની આરોગ્યલક્ષી ચકાસણી સમયાંતરે કરાવવાની પોતાની જવાબદારી યથાવત રહેશે. ટેન્ડરની શરતો તેમજ અન્ય કાયદાઓ લગતની ચકાસણી કરવાની જવાબદારી કોન્ટ્રાકટરની રહેશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image