રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીની કામગીરીને આવકારી અભિનંદન પાઠવતા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીને સોમવારે પી. એમ. એવોર્ડ એનાયત રાજીપા સાથે જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીની કામગીરીને આવકારતાં જણાવ્યું હતું કેન્દ્ર સરકારની જે 11 યોજનાઓ છે જેમાં સો ટકા કામગીરી કરી જેમાં કલેક્ટર પ્રભવ જોષીની સખત મહેનત છે. તેમના આ ફળ સ્વરૂપે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એવોર્ડ મળ્યો તે રાજકોટ જિલ્લાનું જસદણ શહેર ગૌરવ અનુભવે છે તેમના દ્વારા જાહેર અભિનંદન પાઠવું છું અત્રે નોંધનીય છે કે સોમવારે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીને નવી દિલ્હી ખાતે તેમની કાબિલેદાદ કામગીરી ધ્યાને લઈ ખુદ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પી. એમ. એવોર્ડ હાઈલેવલના સચીવો અધિકારીઓ અને મંત્રીઓની હાજરી વચ્ચે એનાયત કરવામાં આવતાં કલેક્ટર પ્રભવ જોષીને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
