આજનો ઈતિહાસ:440 વર્ષ પહેલા ફ્રાંસમાં એપ્રિલ ફૂલ બનાવવાની શરૂઆત થઈ, એનો ટ્રેન્ડ નૂડલ્સની ખેતીથી બોલિવૂડના ગીત સુધી પહોંચ્યો - At This Time

આજનો ઈતિહાસ:440 વર્ષ પહેલા ફ્રાંસમાં એપ્રિલ ફૂલ બનાવવાની શરૂઆત થઈ, એનો ટ્રેન્ડ નૂડલ્સની ખેતીથી બોલિવૂડના ગીત સુધી પહોંચ્યો


દર વર્ષે 1 એપ્રિલના રોજ એપ્રિલ ફૂલ દિવસ મનાવાય છે. એની શરૂઆત ક્યારે થઈ એ એક રહસ્ય જ છે. લોકો એકબીજાની સાથે મજાક કરે છે અને અંતે, ‘એપ્રિલ ફૂલ’ બનાવ્યા કહીને ખુદ જ કહી પણ દે છે કે આ એક મજાક હતી. એપ્રિલ ફૂલને જનતા સુધી પહોંચાડવામાં અનેક બ્રાન્ડ્સ અને મીડિયા પણ પાછળ નથી. ભારતમાં તો 1964માં એપ્રિલ ફૂલ નામથી ફિલ્મ પણ બની ચૂકી છે, જેનું ગીત ‘એપ્રિલ ફૂલ બનાયા, ઉનકો ગુસ્સા આયા’ આજે પણ 1 એપ્રિલે ખૂબ યાદ કરવામાં આવે છે.
કેટલાક ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર, એપ્રિલ ફૂલની શરૂઆત 1582માં થઈ હતી. ફ્રાંસમાં જુલિયન કેલેન્ડરના સ્થાને ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવવામાં આવ્યું હતું. જુલિયન કેલેન્ડરમાં હિન્દુ નવવર્ષની જેમ માર્ચના અંત કે એપ્રિલની શરૂઆતમાં વર્ષ શરૂ થતું હતું, એટલે કે 1 એપ્રિલ આસપાસ.

ગ્રેગોરિયન કેલેન્ડર એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર. જે લોકોને કેલેન્ડર બદલવાની જાણકારી મોડેથી પહોંચી, તેઓ માર્ચના અંતિમ સપ્તાહથી 1 એપ્રિલ સુધી નવવર્ષ મનાવતા રહ્યા અને આ કારણથી તેમના પર ખૂબ મજાક બની. તેમની મજાક ઉડાવવામાં આવી. તેમને એપ્રિલ ફૂલ કહેવામાં આવ્યા. કાગળથી બનેલી માછલીઓ તેમની પાછળ લગાવી દેતા હતા. તેને પોઈશન ડેવરિલ (એપ્રિલ ફિશ) કહેવામાં આવતું હતું. આ એક એવી માછલી હતી, જે આસાનીથી શિકાર બની જતી હતી. એવામાં તે લોકોની મજાક થતી, જેઓ સરળતાથી મજાકનો ભોગ બની જતા હતા.

ઈતિહાસકાર એપ્રિલ ફૂલને હિલેરિયા (આનંદ માટે લેટિન શબ્દ) સાથે પણ જોડે છે. એને સિબેલ સમુદાયના લોકો માર્ચના અંતમાં પ્રાચીન રોમમાં મનાવતા હતા. એમાં લોકો વેશ કાઢતા અને એકબીજાની અને મેજિસ્ટ્રેટ સુધીના લોકોની મજાક ઉડાવતા. તેને ઈજિપ્તની પ્રાચીન કહાનીઓ સાથે જોડવામાં આવે છે. કેટલાક લોકો એમ પણ કહે છે કે એપ્રિલ ફૂલનો સંબંધ વર્નલ ઈક્વોનોક્સ કે વસંતના આગમન સાથે છે. પ્રકૃતિ બદલાતી મોસમ સાથે લોકોને બેવકૂફ બનાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image