ગુમ થયેલ રૂ. 16,500નો મોબાઈલ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ગણતરીની કલાકમાં અરજદારને પરત કર્યો
(અસરફ જાંગડ)
એક અરજદાર બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી જણાવેલ કે, તા.૨૦/૦૪/૨૦૨૫ ના આશરે સવારના આશરે ક.૧૧/૦૦ વાગ્યાના અરસામાં અરજદાર બોટાદ રેલ્વે સ્ટેશનથી પોતાના ગામ ભીમડાદ તા.ગઢડા જી.બોટાદ ખાતે જવા રીક્ષામાં બેસી જવા નિકળેલ તે દરમ્યાન પોતાનો OPPO કંપની મોબાઈલ A9 ક્યાંક ગુમ થઇ ગયેલ હોય, ત્યારબાદ ઘણી શોધખોળ કરવા છતાં મળી આવેલ ન હોય, બાદ તેની જાણ નેત્રમ ઇન્ચાર્જને કરતા નેત્રમ ટીમ દ્વારા બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી રેલ્વે સ્ટેશન, CPI કચેરી લોકેશનના કેમેરાની મદદથી રીક્ષા ચાલક પડી ગયેલ મોબાઇલ લેતો દેખાય આવેલ, તે રીક્ષા રજી.નં. GJ-01-CU-0082 ના આધારે ટેકનિકલ એનાલિસિસથી શોધી મોબાઈલ ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત અરજદાર હાર્દિકભાઇ લાલજીભાઈ પરમાર નાઓને પરત કરવામાં આવેલ છે. તેમજ સદર મોબાઇલ લઇ જનાર વ્યક્તિને આગળની કાર્યવાહી સારૂ બોટાદ ટાઉન પો.સ્ટે.ને સોંપવામાં આવેલ આમ, અરજદારને પોતાનો મોબાઈલ પરત મળી જતા બોટાદ જીલ્લા પોલીસનો આભાર વ્યક્ત કરેલ.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
