માળીયા હાટીના પી.એસ.આઈ. સલમા સુમરા ને પીઆઈ પદ માટે બઢતી વિસ્તારમાં ખુશીની લહેર - At This Time

માળીયા હાટીના પી.એસ.આઈ. સલમા સુમરા ને પીઆઈ પદ માટે બઢતી વિસ્તારમાં ખુશીની લહેર


સફળતા ના સોપાન ચડી, સંકલ્પ ને સાકાર કરનાર ને શત શત વંદન

સિદ્ધાંત અને કાયદાની પથ પર મજબૂત પગથિયું મહેનત અને નિષ્ઠાના પરિબળે સફળતા હાંસલ

હિંમત અને મહેનતથી માળીયા હાટીના દીદીયું,
સલમા સુમરા એ રોશન કર્યું ખુદ નું જીવન
પીઆઈની બઢતી ને સાથ અભિનંદન,
દરેક પગથિયે મળશે નવું આકાશ અને ગણ

માળીયા હાટીના પી.એસ.આઈ. સલમા સુમરા ને તેમની પ્રતિભા, નિષ્ઠા અને પ્રશંસનીય સેવાઓને કારણે પીઆઈ (પોલીસ ઈન્સ્પેક્ટર) તરીકે બઢતી મળી છે. આ સમાચાર સાથે સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

કાયદાની પથ પર તપસ્યા કરી,
અવસરને નિમિષમાં પકડનાર બની।
સલમા સુમરા ની ચમક આવી,
પીઆઈ ની પદવી શણગારવા ચાલી

Psi સલમા સુમરા ની કાર્યશૈલી અને પ્રશંસનીય પ્રભાવને કારણે તેઓ સતત જનસેવાના કાર્યમાં આગળ રહ્યા છે. તેઓએ પોતાની ન્યાયપ્રિયતા અને શક્તિપૂર્ણ વહીવટથી સંસ્થાને નવો દરજ્જો આપ્યો છે. તેમનું નામ માત્ર માળીયા હાટીના જ નહીં, પરંતુ સમગ્ર પોલીસ વિભાગ માટે ગૌરવનું કારણ બન્યું છે.

વિસ્તારના આગેવાનો, સામાજિક સંસ્થાઓ, પોલીસ વિભાગના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ, રાજકીય આગેવાનો, સામાજીક સંસ્થાના આગેવાનો, કાર્યકર્તાઓએ તેમના પીઆઈ પદ માટેની બઢતી પર હર્ષ વ્યક્ત કર્યો છે અને શુભેચ્છાઓ પાઠવી છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હતીના


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image