પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત મિશનની ઉજવણી કરવામાં આવી. - At This Time

પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત મિશનની ઉજવણી કરવામાં આવી.


શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર સફાઈ કર્મીઓને પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું.

૩૬૫ દિવસમાંથી ૧૦૦ દિવસ સ્વચ્છતાને આપવા અને સ્વચ્છતા થકી આપણું ઘર, શેરી, મહોલ્લો, આસપાસનો વિસ્તાર સ્વચ્છ રહે - ચોખ્ખો રહે-પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ
આપણું દાહોદ સ્વચ્છ બને, સ્વસ્થ બને અને સાચા અર્થમાં સ્માર્ટ સીટી બને તે માટે આપણે આપણા ઘર, શેરી, મહોલ્લાને ચોખ્ખા રાખવાની જરૂર છે.-સાંસદ જશવંતસિંહ ભાભોર

દાહોદ : ભારત સરકાર દ્વારા ૨ જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે પણ ૧૦ મા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ ૧૭ સપ્ટેમ્બર થી તારીખ ૨ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા મંત્ર હેઠળ સમગ દાહોદ જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો યોજીને તમામ જનતા સુધી હર શેરી - હર મહોલ્લો સ્વચ્છ રહે નો સંદેશ આપવા માટે ઘણા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

૨ જી ઓક્ટોબર ના રોજ સ્વચ્છ ભારત મિશન - ૨૦૨૪ હેઠળ દાહોદમાં પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દાહોદ ખાતે આવેલ પંડિત દિનદયાલ ઓડિટરીયમ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.

મહાનુભાવો દ્વારા શ્રમદાન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મહાનુભાવોનું સ્વાગત ઔષધિજન્ય છોડ તેમજ કાપડની થેલી આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સ્વચ્છતાને લગતી ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી.

કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સ્વચ્છતાને લગતી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ફતેપુરા તેમજ લીમખેડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને એવોર્ડ આપવામાં આવ્યો હતો, એ સાથે સખી મંડળોને કેશ ક્રેડિટ ફંડ ની સહાય આપવામાં આવી હતી. એ દરમ્યાન દાહોદ જિલ્લામાં શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર સફાઈ કર્મીઓને પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતાને કાયમ રાખવા માટેના શપથ પણ લેવામાં આવ્યા હતા.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડએ જણાવ્યું હતું કે, આજે સ્વચ્છતાના સંદેશ સાથે આપણો દેશ આગળ વધી રહ્યો છે. આપણે સૌએ મળીને વ્યક્તિગત રીતે સંકલ્પ લેવાનો છે કે, ૩૬૫ દિવસમાંથી ૧૦૦ દિવસ સ્વચ્છતાને આપવા અને સ્વચ્છતા થકી આપણું ઘર, શેરી, મહોલ્લો, આસપાસનો વિસ્તાર સ્વચ્છ રહે – ચોખ્ખો રહેશે તો જ સ્વચ્છ ભારત સાથે વિકસિત ભારતનુ વિઝન સાકાર થશે. અને તે માટે આપણે આપણા રોજિંદા જીવનમા સ્વચ્છતા લાવવી પડશે.

સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરએ પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું હતું કે, સત્ય, પ્રેમ અને સ્વચ્છતાના પૂજારી એવા પૂજ્ય બાપુનું સૂત્ર હતું કે, મારું જીવન એ જ મારો સંદેશ. મહાત્મા બાપુએ સેવેલા સ્વચ્છતાના સ્વપ્નને સાકાર કરવા હેતુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતા હી સેવા અભિયાનને દેશવ્યાપી અભિયાન બનાવી દેશને સ્વચ્છ કરવા કટીબદ્ધ બન્યા છે. આપણું દાહોદ સ્વચ્છ બને, સ્વસ્થ બને અને સાચા અર્થમાં સ્માર્ટ સીટી બને તે માટે આપણે આપણા ઘર, શેરી, મહોલ્લાને ચોખ્ખા રાખવાની જરૂર છે.

સ્વચ્છત ભારત મિશન હેઠળ પ્રધાનમંત્રીશ્રી નરેંદ્ર્ભાઇ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહીને તમામ દેશવાસીઓને સમ્બોધ્યા હતા. જે દરમ્યાન પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તેથી ૫ જેટલી પરિયોજનાઓનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર દેશને સંબોધતા કહ્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ શરૂ કરેલું આ અભિયાન ફક્ત પખવાડિયા પૂરતું નથી પરંતુ તે જીવન પર્યન્ત નું હોવું જોઈએ. સ્વચ્છતા એ જીવનનો જ એક અગત્યનો ભાગ છે. જેના થકી અનેકો બીમારીઓને નાથી શકાય છે. ગોબર ધન, મિશન અમૃત તેમજ નમામિ ગંગે નો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, આ તમામ યોજનાઓમાં સ્વચ્છતાને વણી લેવામાં આવી છે. આ અભિયાન જન ભાગીદારી તેમજ જન નેતૃત્વ વાળું આંદોલન છે. તે સતત ચાલતું રહેવું જોઈએ. આ અભિયાનના કારણે અનેકો લોકોને રોજગારી પણ મળી રહી છે.

આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી બી. એમ. પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી યશપાલસિંહ વાઘેલા,જિલ્લા પંચાયત સભ્ય શ્રી સુધીરભાઈ લાલપુરવાલા , નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા શ્રી નીરજ દેસાઇ ઉપપ્રમુખ તેમજ સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડરસુશ્રી શ્રધ્ધા ભડંગ, તેમજ અન્ય સમ્બંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.