23 માર્ચનાં રોજ બોટાદ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે - At This Time

23 માર્ચનાં રોજ બોટાદ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે


23 માર્ચનાં રોજ બોટાદ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

કલેક્ટર કચેરી, બોટાદ ખાતે 10 માર્ચ સુધી પ્રશ્નો માટેની અરજી કરી શકાશે

માર્ચ મહિનાનો બોટાદ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ 23/03/2023 ના ગુરૂવારના રોજ સવારે 11:00 કલાકે મીટીંગ હોલ, કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે યોજાશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણીત હોય કે જે જિલ્લા કક્ષાઓએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો અરજદાર આધાર-પુરાવા સાથે રજૂ કરી શકશે. અરજદાર એક વિષયને લગતી રજૂઆત કરી શકશે, આવા પ્રશ્નો માટેની અરજી તા. 10/03/2023 સુધીમાં રજાના દિવસો સિવાય કલેક્ટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવા બોટાદનાં નિવાસી અધિક કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.