ગુજરાત સમાચારના વિરલ સંચાલિકા સ્મૃતિબેન શાહને હુસામુદ્દીન કપાસીની શબ્દાંજલિ
જસદણ: વિખ્યાત ન્યૂઝ પેપર ગુજરાત સમાચારના ડિરેક્ટર સ્મૃતિબેન શાહનું અમદાવાદ મુકામે ગત ગુરુવારે સાંજે નિધન થતાં અખબારી જગતમાં શોકની કાલિમા સર્જાય હતી ત્યારે સ્મૃતિબેનને જસદણના પત્રકાર હુસામુદ્દીન કપાસીએ શબ્દાંજલિ પાઠવતાં જણાવ્યું હતું કે ઘણાં વર્ષો પહેલાં મારે કામસર સ્મૃતિબેનને ખાનપુર સ્થિત ગુજરાત સમાચાર પ્રેસ પર મળવાનું થયું તેમને મળ્યાં પછી તે કામ મને સરળતાથી કરી દીધું હતું અને જવાના સમયે તેમણે મને આવજો ભાઈ સ્મિત સાથે કહ્યું હતું. તેમનું જાજરમાન વ્યક્તિત્વ અને સહકાર આજે પણ ભૂલાયા નથી. તેમની વિદાયથી વ્યથિત છું, ઈશ્વર તેમનાં દિવ્ય આત્માને શાંતિ આપે અને શ્રેયાંસભાઈ સહિતના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
