અમદાવાદ શહેરના ચમનપુરા વિસ્તારમાં આવેલા ચાર માળીયામાં આવેલ માતાજી નાં મંદિર સામે જ મચ્છી નું ખુલ્લેઆમ વેચાણ
અમદાવાદ શહેરના ચામુંડા બ્રિજ નાં છેડે એટલે કે ચમનપુરામાં આવેલા ચાર માળીયામાં આવેલ માતાજી નાં મંદિર સામે જ મચ્છી નું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. મચ્છી નું વેચાણ પુલની બિલકુલ નીચે આવેલ દુકાનમાં થઈ રહ્યું છે જેથી પુલ ઉપરથી પસાર થતાં રાહદારીઓ ને દુર્ગંધ નો સામનો કરવો પડે છે.એક તરફ દુર્ગંધ અને બીજી તરફ માતાજીનાં મંદિર ની સામે જ મચ્છી નું વેચાણ થતું હોવાથી ધાર્મિક લાગણી પણ દુભાય એવું પણ કહી શકાય. દુકાનદાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું લાઈસન્સ પણ ધરાવે છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે દુકાનની બિલકુલ સામે રેસીડેન્સી એરીયા છે અને ત્યાં જ સામે માતાજીનું મંદિર આવેલું છે,તો કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલું લાઈસન્સ કેટલા અંશે યોગ્ય ગણાય?સવાલ એ પણ ઉભો થાય છે કે સ્થાનિક કોર્પોરેટર કે એમએલએ ને આ બાબતની જાણ નહી હોય?કે જાણ હોવા છતાં આંખ આડા કાન ધરી બેઠા છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે મેઘાણીનગર તરફથી સરસપુર જવાના માર્ગ પર એક બ્રિજ આવે છે જેને ચામુંડા બ્રિજ કહેવામાં છે. ચામુંડા બ્રિજ કે એટલે કે ચમનપુરા તરફથી શરૂ થાય છે તેને અડીને એટલે કે પુલના નીચેના માર્ગ પર ચાર માળીયા આવેલા છે અને આ જ ચાર માળીયામાં આવેલ માતાજીનાં મંદિરની સામે જ ખુલ્લેઆમ મચ્છી નું વેચાણ થઈ રહ્યું છે.આ બાબતની જાણ થતાં અમે સ્થળ પર જઈ ખરાઈ કરતાં જાણવા મળ્યું હતું મળેલ માહિતી પ્રમાણે માતાજીનાં મંદિર સામે જ હોલસેલ મચ્છી નો ધંધો ચાલતો હતો.તેમજ મચ્છી નો વેપાર કરતાં વેપારી નું નામ અમિત જાણવા મળ્યું હતું.ખુલ્લેઆમ મચ્છી નો ધંધો ચાલતો હોવાથી ત્યાં ગંદકી પણ થતી હતી અને બદબૂ પણ મારતી હતી.અમે દુકાન નાં માલિકીનો સંપર્ક કર્યો તો તેઓએ જણાવ્યું હતુ કે અમારી પાસે આ ધંધો કરવાનું લાઈસન્સ પણ છે,જે અમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલું છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને લાઈસન્સ ઇસ્યુ કરતાં પહેલાં સ્થળ પર જઈને સ્થળની તપાસ કર્યા વગર જ લાઈસન્સ ઇસ્યુ કરી આપ્યું હશે?
આ બાબતે અમે લેખીતમાં ઉત્તર ઝોનમાં આવતી મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં લેખીતમાં અરજી આપી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત પણ કરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે મ્યુનિસિપલ આ દુકાનદાર વિરુદ્ધ શું કાર્યવાહી કરશે અને કયારે કરશે?
SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.