જસદણના વિદ્યાર્થીઓ ઇન્ટર ડોજો કરાટે ચેમ્પિનશિપમાં ઝળક્યા: કોચ તુષાર કાલિયાની સરાહના - At This Time

જસદણના વિદ્યાર્થીઓ ઇન્ટર ડોજો કરાટે ચેમ્પિનશિપમાં ઝળક્યા: કોચ તુષાર કાલિયાની સરાહના


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તાજેતરમાં જેતપુર ખાતે ઇન્ટર ડોજો કરાટે ચેમ્પયનશિપ યોજાય હતી જેમાં કુલ મળી નવ વિધાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી જસદણના સાત વિધાર્થીઓ ઝળક્યા હતાં ખાસ કરીને અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં મોખરે રેહતા તેમનાં પરિવારજનોને ઠેર ઠેરથી શુભેચ્છા પ્રાપ્ત થઈ રહી છે જસદણમાં હાલ શિક્ષણની સાથોસાથ કરાટેનો પણ જબરો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે જસદણના વિદ્યાર્થીઓ ધ્યાના ભટ્ટ, ધનવીન અંબાણી, જેનીલ મકવાણા, હેમિશ પરમાર, જીનાય છાયાણી, હિરવા ભટ્ટ, અભય જાપડીયા સહિતનાં વિદ્યાર્થીઓએ પોતાનું કૌશલ્ય દાખવી નાની વયમાં જુદા જુદા મેડલ મેળવી પોતાના પરિવાર ગામ અને સમાજનું નામ રોશન કર્યું હતું કોચ તરીકે તુષારભાઈ કાલિયાએ પોતાની સેવા આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.