કોલેજીયન યુવકે ભાડે કરેલ કારની લૂંટ કરી ચાર શખ્સો ફરાર - At This Time

કોલેજીયન યુવકે ભાડે કરેલ કારની લૂંટ કરી ચાર શખ્સો ફરાર


યુનિવર્સિટી રોડ પર પેરેમાઉન્ટ સોસાયટી શેરીમાં રહેતાં બીસીએના વિદ્યાર્થીએ ભાડે કરેલ કારની ઘસી આવેલ અજાણ્યાં ચાર શખ્સોએ આ કાર તુ ક્યાથી લાવ્યો છો, આ કારે તો ઘણાની પથારી ફેરવી નાખેલ છે કહીં લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે યુનિવર્સિટી રોડ પર પેરેમાઉન્ટ સોસાયટી શેરી નં.3 માં રહેતો દેવ વિપુલભાઇ ઘોડાસરા (ઉ.વ.19) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે આત્મીય કોલેજમાં બી.સી.એ.ના બીજા વર્ષમા અભ્યાસ કરે છે. તેમના માતાપિતા ઓટાળા ગામે રહે છે, અને તે અહીં તેના મિત્રો સાથે રહે છે.
ગઇકાલે વહેલી સવારના દોઢેક વાગ્યાની આસપાસ તેના મીત્ર જીલ સીતાપરા તથા જેનીશ ભીમાણી સાથે કાર ભાડે લેવાની હોય જેથી આરટીઓ કચેરીની પાસે આવેલ દેવાંગભાઇ હંશોરાની ઓફિસે ગયેલ હતાં. દેવાંગભાઇને મળતા તેઓ પાસેથી એક દિવસના રૂ.1900 ના ભાડાથી કાર નં. જી.જે.03.એમ.ઈ.4100 ભાડે કરેલ હતી. બાદમાં ગાડી ભાડે કરી પોતાના રૂમ પર આવી ગયેલ હતા. બાદમા રાત્રેના આઠેક વાગ્યાની આસપાસ તે તેના મિત્રો સાથે જમવા માટે ધોળકીયા સ્કુલ પાસે મયુ2 ડાઇનીંગ હોલ પર ગયેલ અને બાદમા પરત રૂમે આવી ગયેલ. ભાડે કરેલ કાર પેરામાઉન્ટ પાર્ક શેરી નં.03 ની બહાર બાજુમા ફુટપાથ ઉપર પાર્ક કરેલ હતી.
બાદમા તેના કૌટુંબિક ભાઈની કોલેજની ફી ભરવા માટે તેના મિત્ર જય સાથે જવા માટે કારમાં બેસેલ ત્યારે ચારેક અજાણ્યા શખ્સો ઘસી આવેલ અને કારના દરવાજાના કાચ પાસે આવી કાચ ખોલવા ઈશારો કરવા લાગેલ. જેથી તે કારમાંથી નીચે ઉતરતા ચારેય શખ્સો ગાળો દેવા લાગેલ અને કહેલ કે, આ કાર તુ ક્યાથી લાવ્યો છો આ કારે તો ઘણાની પથારી ફેરવી નાખેલ છે, તો તુ આ કારની ચાવી મને આપી દેવાનું કહેતાં તેને કહેલ કે, આ કાર હું ભાડેથી લાવેલ છું કહીં કારની ચાવી તેમના મિત્ર જયને આપી દિધેલ હતી.
બાદમાં અજાણ્યા શખ્સો જયને ગાળો આપવા લાગેલા જેથી જય ગભરાઇ જતા કારની ચાવી આ લોકોને આપી દીધેલ હતી. જય ત્યાથી દોડીને અમારા રૂમ તરફ નાસી ગયેલો હતો. બાદમા તે પણ રૂમ ઉપર રહેલ મીત્રોને બોલાવવા માટે ગયેલ બાદમા મારા મીત્રોને બોલાવી પરત કાર પાર્ક કરેલ જગ્યા પર આવતા કાર જોવામા આવેલ નહી. જેથી ચાર અજાણ્યા શખ્સોએ તેને ગાળો આપી કારની ચાવી ઝુંટવી રૂ.ત્રણ લાખની કારની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે કારની લૂંટ ચલાવનાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.