ભરૂચ જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસૈનના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાની સમિક્ષા બેઠક યોજાઇ…
બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
ભરૂચ જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસેનના અધ્યક્ષતામાં જિલ્લા આયોજન ભવન ખાતે વહીવટીતંત્રની કામગીરી, જિલ્લાના અગત્યના પ્રશ્નો તેમજ લોકોઉપયોગી યોજનાઓની સમિક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક પ્રારંભે ભરૂચ કલેક્ટરે ભરૂચ જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસેનને પુષ્પગુચ્છ આપી તેમનું અભિવાદન કર્યું હતું.
જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસેને વહીવટીતંત્રને અગત્યના પ્રજાલક્ષી કામોને અગ્રિમતા આપવા સૂચના આપી હતી. તેમણે જિલ્લા નિરીક્ષક જમીન દફતર વિભાગ સ્વામિત્વ યોજનાની કામગીરી અને તમામ રિ- સર્વેની પેઈન્ડીંગ અરજીઓની માપણી સમય મર્યાદામાં પૂરી કરવા સૂચના આપી લક્ષ્યાંક મુજબની થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. સરકારી જમીનો માટેની હુકમ નોંધ સત્વરે દાખલ કરવા વિભાગને સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત, જિલ્લામાં સરકારી શાળાઓમાં અપાતા મધ્યાહન ભોજનની વિગતો મેળવી હતી. તેમણે, જિલ્લા આયોજન વિભાગ પાસેથી વાલીયા ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ થનારા પશુ આરોગ્ય કેન્દ્રને લગતી તમામ બાબતો વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્નારા વાલીયા તાલુકામાં ચાલતા ઈનેશેટીવ ન્યુટ્રીશન પ્રોગ્રામની અંતિત પ્રગતિની તમામ વિગતો મેળવી, થયેલ કામની સમિક્ષા કરી સૂચારું દીશાસૂચન આપી જિલ્લાના અન્ય તાલુકામાં ઈનેશેટીવ ન્યુટ્રીશન પ્રોગ્રામ લાગૂ કરવા જણાવ્યું હતું.
આ તકે, માર્ગ અને મકાન વિભાગના રોડ રસ્તા અને થઈ રહેલી કામગીરી વિશેની વિગતો મેળવી સમયમર્યાદામાં પરિણામલક્ષી કામગીરી કરવા જણાવ્યું હતું. સાથે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ,ડીજીવીસીએલ,જેટકો, પાણી પુરવઠા વિભાગ, પુરવઠા,આઈ.ઈ.સી.ડી.એસ વિભાગ દ્નારા થયેલા આયોજન પ્રમાણેના કામની વિગતો, યોજના હેઠળ કરવાની થતી કામગીરી વિશે વિગતો મેળવી જરૂરી સૂચનો સાથે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લામાં નવી નિર્માણાધિન આંગણવાડીઓ વિશે પૃચ્છા કરી, આંગણવાડીના બાળકોને શિક્ષણ અને ભોજન સાથે યોગ્ય સુવિદ્યા મળે એ સુનિશ્ચિત કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતુ. તેમજ શિક્ષણ વિભાગની સમીક્ષા કરતાં જિલ્લાના તમામ તાલુકામાં અદ્યતન સુવિધાઓ સાથે નવી મોડલ સ્કૂલો બને તે માટે વિશેષ પગલાં ભરવામાં આવે તેવો પણ અનુરોધ તેમણે કર્યો હતો.
પ્રભારી સચિવે, આરોગ્ય વિભાગ દ્નારા જિલ્લામાં શ્રય નિર્મૂલન યોજના અંગેની માહિતી મેળવી આરોગ્ય વિભાગ ધ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની સૂક્ષ્મ માહિતી મેળવી, આરોગ્ય વિષયક કામગીરીમાં સતત મોનીટરીંગ કરવામાં આવે અને લોકોને સતત અને સમયસર સુવિધાઓ મળી રહે તેના પર ખાસ ભાર મૂકી આરોગ્ય વિભાગને રચનાત્મક દિશા સૂચનો તેમણે આપ્યા હતા.
પ્રભારી સચિવ શાહમીના હુસેને વહીવટીતંત્રને અગત્યના પ્રજાલક્ષી કામોને અગ્રીમતા આપવા સુચના આપી હતી. જિલ્લાના તમામ પ્રોજેક્ટો, મેજર ઈન્ફાટ્રક્ચર માટે કડીરૂપ ભૂમિકા ભજવી અભિયાન સ્વરૂપે કામગીરી કરવા અધિકારીઓને ટીમવર્કની ભાવનાથી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
બેઠકમાં, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસવડા મયુર ચાવડા, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ, પ્રાયોજના વહીવટદાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી, જિલ્લા આયોજન અધિકારી, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સબંધિત વિભાગના અમલિકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
