આજરોજ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ બોટાદ દ્વારા ૮ મી માર્ચ મહિલા દિવસ - At This Time

આજરોજ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ બોટાદ દ્વારા ૮ મી માર્ચ મહિલા દિવસ


ઉજવણીના ભાગરૂપે દીકરીના જન્મને પ્રોત્સાહન મળી રહે, દીકરીનું મહત્વ સમજી શકે તે બદલ જ્યાં દીકરી નો જન્મ થાય ત્યાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીનો સિક્કો તેમજ બાળકીને કીટ આપવામાં આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમનાથના પોલારપુર ગામના રહેવાસી સેજલબેન અનિલભાઈ કુમારખાણીયા ને બાળકીનો જન્મ થયો હોય માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.એ. ધોળકિયા મેડમ દ્વારા દિકરીને ચાંદીનો સિક્કો તેમજ બાળકને કીટ આપવામાં આવેલ. આ કામગીરીમાં ડો. નિખિલ સોલંકી, આશાબેન મકવાણા હંસાબેન, ફિહેવ રીટાબેન, સી. એચ. ઓ. હર્ષદ ભાઈ, સુપરવાઈઝર બ્રિજેશ ચાવડા, મંજુલાબેન સોલંકી એ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image