ચુડાનો વાંસલ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હોવાથી નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ - At This Time

ચુડાનો વાંસલ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હોવાથી નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચુડા ગામ પાસે આવેલ વાંસલ ડેમ ૧૦૦ ટકા ભરાઇ ગયો છે ઉપરાંત ડેમની પુર્ણ જળસપાટી ૧૦૦.૭ મીટર છે જે સંપૂર્ણ ભરાઇ ગયેલ છે તેમજ પાણીની ધીમી આવક ચાલુ છે તો ડેમ ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ચુડા અને ગોખરવાડા ગામના લોકોને બંધની ઉપરવાસમાં અને નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા તાકીદ કરવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.