11,111 પુસ્તકોના ઉપયોગથી ‘હેપ્પી 18th બર્થડે ઘનશ્યામ મહારાજ!’ સૌથી મોટું વાક્ય બનાવવાનો અનોખો ગિનિસ રેકોર્ડ સ્થપાયો શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરા તથા કુંડળધામને મળ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ - At This Time

11,111 પુસ્તકોના ઉપયોગથી ‘હેપ્પી 18th બર્થડે ઘનશ્યામ મહારાજ!’ સૌથી મોટું વાક્ય બનાવવાનો અનોખો ગિનિસ રેકોર્ડ સ્થપાયો શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરા તથા કુંડળધામને મળ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ


સમગ્ર વિશ્વમાં પુસ્તકોના ઉપયોગથી સૌથી મોટું વાક્ય બનાવવાનો એક વધુ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ વડોદરા તથા કુંડળધામના નામે નોંધાયો છે . વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા શ્રીસ્વામિનારાયણ મંદિર ખાતે ગત તારીખ 6 મે 2022 ના રોજ નિજ મંદિરમાં બિરાજિત શ્રીઘનશ્યામ મહારાજના અઢારમા પાટોત્સવની તારીખ મુજબની ઉજવણી નિમિત્તે 11,111 પુસ્તકોની મદદથી ‘Happy 18th Birthday Ghanshyam Maharaj!’ એવું વાક્ય પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામની પ્રેરણાથી 200 ઉપરાંત સંતો-ભક્તો દ્વારા લખવામાં આવ્યું હતું.
‘ઘનશ્યામ મહારાજ’ શ્રીસ્વામિનારાયણ ભગવાનનું બાળપણનું નામ હોવાથી. ‘Happy 18th Birthday Ghanshyam Maharaj!’ એવું આ વાક્ય પુસ્તકોની મદદથી લખાયેલું દુનિયાનું સૌથી મોટું વાક્ય બન્યું હતું. આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડની નોંધણી શ્રી ઘનશ્યામ મહારાજ કારેલીબાગ, વડોદરા અને પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામના નામે થઇ છે. આ વાક્ય લખવા માટે ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી એમ 4 ભાષાના 11,111 ‘વર્ડ્સ ઓફ અફેક્શન’ (વાલપના વેણ)નામના પુસ્તકોનો ઉપયોગ કરાયો હતો. આ પુસ્તક પરિવારમાં સંસ્કારોનું સિંચન કેવી રીતે કરવું તેનું સચોટ અને સફળ માર્ગદર્શન પુરું પાડતું અનોખું પુસ્તક છે. તે શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા તથા કુંડળધામ દ્વારા ચાર ભાષામાં પ્રકાશિક કરાયેલું છે. તેનો લાખો લોકોએ લાભ લઇ પોતાના પરિવારમાં સંસ્કારોનું સિંચન કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુ પૂર્ણિમાના પર્વે તારીખ 13મીને બુધવારે કારેલીબાગ, શ્રીસ્વામિનારાયણ મંદિર, વડોદરા ખાતે પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીને આ રેકોર્ડનું સર્ટીફીકેટ સત્સંગના વરિષ્ઠ ભક્તોના હસ્તે અર્પણ કરાયું હતું. તેમજ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ હરિભક્તોને પૂજ્ય સ્વામીજીએ આશીર્વચનનો લાભ આપ્યો હતો. સાથોસાથ સૌ ભક્તજનોએ આ દિવ્ય ઘડિઓનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.