બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી છકડામાંથી પડી ગયેલ ૨૩,૩૦૦/- રોકડ રૂપિયા ભરેલ પાકીટ પરત અપાવતી બોટાદ પોલીસ - At This Time

બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી છકડામાંથી પડી ગયેલ ૨૩,૩૦૦/- રોકડ રૂપિયા ભરેલ પાકીટ પરત અપાવતી બોટાદ પોલીસ


બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી છકડામાંથી પડી ગયેલ ૨૩,૩૦૦/- રોકડ રૂપિયા ભરેલ પાકીટ પરત અપાવતી બોટાદ પોલીસ

ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા સાહેબની સુચના દ્વારા તથા વિભાગીય પોલીસ અધિકારી, મહર્ષિ રાવલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં ટેકનોલોજી સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) નો ઉપયોગ કરી લોકોને ઉપયોગી બની સેવા કરવા સુચના આપેલ જે સુચનાની અમલવારી કરાવવામાં આવી રહી છે.
તા.૧૨/૦૫/૨૦૨૩ ના રોજ એક અરજદાર રાહુલભાઈ બાબુભાઈ રાફૂડીયા નાઓ અત્રેના સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) ખાતે આવેલ અને જણાવેલ કે, આજરોજ તા.૧૨/૦૫/૨૦૨૩ ના સવારના ક.૦૬/૩૦ થી ક.૦૭/૦૦ વાગ્યા દરમ્યાન તેઓ બરવાળાથી છકડામાં બેસી બોટાદ સાળંગપુરરોડ ફ્રુટમાર્કેટમાં ફ્રુટભરવા આવેલ તે દરમ્યાન છકડામાંથી પાકીટ પડી ગયેલ જેમાં રોકડા રૂપિયા ૨૩,૩૦૦/- હોય અને ઘણી શોધખોળ કરવા છતાં મળેલ નહી જેથી આ બાબતે બોટાદ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ ત્યારબાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) નો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી વાય.એન.ડાભી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારીઓ તથા આઉટસોર્સ એન્જીનીયરનાઓએ બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડિંગ ચેક કરતા છકડામાંથી પડી ગયેલ ૨૩,૩૦૦/- રોકડ રૂપિયા ભરેલ પાકીટ કોઈ અજાણ્યો મો.સા. ચાલક લઈને જતો દેખાઈ આવેલ, જે મોટર સાયાકલ નો રજી.નં. GJ01-SJ-2509 ITMS સોફ્ટવેરની મદદથી શોધી કાઢેલ જે મો.સા. વિજયભાઈ ઓધવજીભાઈ મેળજીયા રહે-વૈયા તા-બરવાળા નાઓનું હોય જેથી તેમનો સંપર્ક કરી અરજદારને તેમના પડી ગયેલ રોકડ રૂપિયા ૨૩,૩૦૦/- ભરેલ પાકીટ પરત અપાવેલ છે.
મુદામાલઃ-
છકડામાંથી પડી ગયેલ ૨૩,૩૦૦/- રોકડ રૂપિયા ભરેલ પાકીટ
કામગીરીમાં જોડાયેલ અધિકારી/કર્મચારીઓ:-
આમ ઉપરોકત કામગીરીમાં CCTV કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. વાય.એન.ડાભી સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારી (૧) અ.હે.કો. જયેશભાઈ ઝવેરભાઈ ચૌહાણ (૨) અ.પો.કો. સોનલબેન બટુકભાઈ ડાભી (૩) આર્મ લોકરક્ષક હેતલબેન રમેશભાઈ પરમાર (૫) આ.સો.જુ.એન્જી. અશ્વિનભાઈ સોનગરા (૬) આ.સો.જુ.એન્જી. નીલેશભાઈ ગામી નાઓ દ્વારા સારી કામગીરી કરવામાં આવેલ.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.