ધરપીપળા ગામમાં બજરંગદાસ બાપાની તિથિ તથા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન - At This Time

ધરપીપળા ગામમાં બજરંગદાસ બાપાની તિથિ તથા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન


બોટાદ જિલ્લાના ધરપીપળા ગામમાં બજરંગદાસ બાપાની ૧૮મી વાર તિથિની ઉજવણી તથા મધુલીવાળા મહાદેવના ઉત્સવ તેમજ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું ૯મી વાર આયોજન કરવામાં આવ્યું

ધરપીપળા ગ્રામવાતી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુસ્લિમ સમાજના નવદમતીએ પણ પ્રભુતામાં પગલા પાડ્યા ધરપીપળા સમસ્ત ગામજનો વતી બજરંગદાસ બાપાની ૧૮ મી તિથિની ઉજવણી અને મધુલીવાલા મહાદેવના ઉત્સવની અને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યુ છે . જેમાં પરમ પૂજ્ય સંત સગરામબાપુ રામદેવપીર રામટેકરીના મહંત ચોરવીરા અને પરમ પૂજ્ય મહંત ભક્તગિરિ માતાજી દામનગર ના મહંતોએ આમંત્રણને માન આપી સર્વ જ્ઞાતી સમૂહ લગ્નમાં શોભા વધારી હતી. તેમજ ધારાસભ્ય કાળુભાઈ ડાભી , રાણપુર નાયબ મામલતદાર હાજર રહ્યા હતા. સાથે ભક્તિગીરી માતાજીએ બજરંગદાસ બાપાની આરતી કરી દર્શન કર્યા હતા . તેમજ સમસ્ત ધરપીપલા ગ્રામ વતી ભક્તિગીરી માતાજીને સાલ ઓઢાડીને અને ભવ્યા સ્વાગત કર્યું હતું .તેમજ ભક્તિગીરી માતાજીએ પ્રસાદી આપી ગ્રામજનો અને મહેમાનોને આશીર્વાદ પણ આપ્યા હતા ધરપીપળા સમસ્ત ગામ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થયેલ જેમાં ૬૧ નવદમતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. અને સર્વ જ્ઞાથી સમૂહ લગ્ન એ બજરંગ દાસ બાપાની તિથિની ઉજવણીને લઈને ૯મી વાર ઉજવવામાં આવે છે. સાથે સર્વ જ્ઞાથીના સમૂહ લગ્નમાં કરિયાવર ધરપીપળા ગ્રામજનો વતી અને દાતાઓ દ્વારા આપવામાં આવે છે. જેમાં નવદમતીઓની કાર્યવારની તમામ વસ્તુઓ સમસ્ત ધરપીપળા વતી બજરંગદાસ બાપાની તિથિની ઉજવણી કરી હતી અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં ધારપીપલા ગામમાં સર્વ જ્ઞાતિ જેમાં ૬૧ જેટલા નવદમતીઓ પ્રભુતામાં પગલાં પડ્યા હતા જેમાં ૧ નવદંપતિ મુસ્લિમ સમાજની પણ હતી. ધરપીપળા ગામવાસીઓએ કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ની ઉજવણી કરવામાં આવી હતી.અને ધરપીપળા સમસ્ત ગાંવ વતી સાથ સહકાર આપી નવદમતીઓ ને આશિર્વાદ આપ્યા હતા.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.