બોટાદનાં મતદાન મથકો ખાતે નાના બાળકો ધરાવતા મહિલાઓને તકલીફ ન પડે તે માટે ઘોડીયાની વિશેષ વ્યવસ્થા - At This Time

બોટાદનાં મતદાન મથકો ખાતે નાના બાળકો ધરાવતા મહિલાઓને તકલીફ ન પડે તે માટે ઘોડીયાની વિશેષ વ્યવસ્થા


લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે તમામ મતદારોને મતદાન મથક ખાતે જરૂરી સેવાઓ મળી રહે અને કોઈ અગવડ ન પડે તે માટે બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર નિરંતર કાર્યરત છે ૧૫-સંસદીય મતવિસ્તાર ભાવનગરમાં સમાવિષ્ટ ૧૦૭ - બોટાદ વિધાનસભા તથા ૧૦૬- ગઢડા વિધાનસભાના મતદાન મથક સ્થળ પર મહિલાઓ નાના બાળકો સાથે લઇને આવતા હોય છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર ડો. જીન્સી રોયનાં માર્ગદર્શન હેઠળ બાળકો માટે મતદાન મથક સ્થળ પર ઘોડીયાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી જે મહિલાઓ નાના બાળકો સાથે મતદાન કરવા આવે ત્યારે આ ઘોડીયાનો ઉપયોગ કરી શકશે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.