બાપા સીતારામ ચોક પાસે છાત્રાની છેડતી કરનારને લોકોએ પકડી મેથીપાક ચખાડયો - At This Time

બાપા સીતારામ ચોક પાસે છાત્રાની છેડતી કરનારને લોકોએ પકડી મેથીપાક ચખાડયો


શહેરમાં આવારા તત્વો બેફામ બની સગીરાઓ તેમજ યુવતીઓની છેડતી કરી હેરાન કરતા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. કયારેક તો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ઘણા એવા વિસ્તારમાં બહાર નીકળવું પણ મુશકેલ બની ગયું હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.
ત્યારે બાપા સીતારામ ચોક પાસે આવેલ એક શાળા નજીક ત્યાંથી પસાર થતી છાત્રાઓને એક શખ્સે છેડતી કરતો હોય તેવું સામે આવતા આસપાસના લોકો તેમજ છાત્રાના વાલીઓ સહિતના લોકો દોડી આવ્યા હતા અને છેડતી કરનાર શખ્સને પકડી મેથીપાક ચખાડયો હતો.
તેમજ હાજર લોકોએ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકની પીસીઆર વાન દોડી આવી હતી અને છેડતી કરનાર શખ્સની અટક કરી પોલીસ મથકે લઇ જઇ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.