**ઝાલોદ પાલિકા કુલ 73.29 ટકા મતદાન શાંતિમય માહોલમા પુર્ણ **
ઝાલોદ તેમજ દેવગઢ બારિયામા પાલિકામા વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા પહોંચ્યા હતા અહિ અપક્ષ- કોંગ્રેસ -આપ -ભાજપા વચ્ચે સીધી જંગ જામી હતી..6 વાગ્યા સુધીની મતદાનની ટકાવારીની વાત કરીએ તો દેવગઢ બારીયામા 70.03 ટકા અને ઝાલોદની વાત કરીએ 73.29 ટકા જેટલી મતદાનની ટકાવારી નોંધાઈ છે..ત્યારબાદ પણ મતદાતાઓએ વિવિધ વોર્ડમા મતદાન મથક સુધી પહોંચી મતદાન કરાતા આ ટકાવારીનો આકડો સ્પષ્ટ જણાય આવે છે..
ત્યારે આ સંદર્ભે ચુંટણી અધિકારીઓ સહિત પોલીસ વડા પણ વિવિધ મતદાન મથકે નિરીક્ષણ અર્થે પહોંચી મુલાકાત લીધી હતી
આમ મોટી સંખ્યામા પોલીસ સુરક્ષા વચ્ચે મતદાન અને મત પેટીઓને મતગણતરી સેન્ટર સુધી પહોંચાડવામા આવ્યા હતા...
બીજી તરફ ઝાલોદની વાત કરીએ તો કસ્બા વિસ્તારમા બપોરના મતદાન મથકે મશીન 1:30 PM થી 2:8 સુધી મશીન ખોરવાઈ જતા મતદાઓને મતદાન પ્રકિયામા ખલેલ પહોચ્યો હતો આખરે ચાલુ કરાતા ફરીથી રાબેતા મુજબ મતદાન પ્રકિયા ચાલુ કરાઈ હતી આમ કુલ 73.29 ટકા મતદાન સાથે આજરોજ પાલિકાની ચુંટણી સંપન્ન થતા તંત્રે રાહતના શ્વાસ લીધા હતા..
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
