બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે દેશભરમાં પ્રદર્શન:અમદાવાદ, મુંબઈ સહીત અનેક શહેરોમાં વિરોધ, હિન્દુ સંગઠનોએ દિલ્હીમાં રેલી યોજી; સાધુ-સંતો પણ જોડાયા
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અને માનવાધિકારના ઉલ્લંઘન સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર, અમદાવાદ, નવી દિલ્હી, મુંબઈ, આસામ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, કર્ણાટક સહિત દેશના ઘણા રાજ્યોમાં લોકો રેલીઓ યોજી વિરોધ કરી રહ્યા છે. મંગળવારે દિલ્હીમાં RSS સહિત અનેક સંગઠનોએ બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા. ચાણક્યપુરીમાં લોકોએ વિરોધ કરતા રેલી યોજી હતી. જો કે આ પહેલા બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રદર્શનનું નેતૃત્વ સાધ્વી ઋતંભરા જ્યોતિએ કર્યું હતું. તેમના સિવાય ઇસ્કોનના સભ્યોએ પણ કીર્તન ગાતા વિરોધ રેલી યોજી હતી અને હિન્દુઓ અને ચિન્મય દાસ પર થઈ રહેલા અત્યાચારો સામે પગલાં લેવાની માંગ કરી હતી. બાંગ્લાદેશની 17 કરોડ વસ્તીમાંથી લગભગ 8% હિન્દુઓ છે. 5 ઓગસ્ટના રોજ શેખ હસીનાની અવામી લીગ સરકારના પતન પછી, બાંગ્લાદેશના 50 થી વધુ જિલ્લાઓમાં હિન્દુઓ પર 200થી વધુ હિંસક હુમલા થયા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ થતા અત્યાચાર મામલે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન બાંગ્લાદેશમાં હિન્દુઓ થતા અત્યાચાર મામલે છેલ્લા ઘણા સમયથી ભારતમાં વિરોધપ્રદર્શન અને આંદોલનો થઈ રહ્યાં છે. આજે (10 ડિસેમ્બર) અમદાવાદ શહેરમાં હિન્દુ હિતરક્ષક સમિતિ, ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાથે મળીને વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવસાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના 8.30થી 9.15 સુધી વલ્લભ સદનથી ઉસ્માનપૂરા રિવરફ્રન્ટ પાર્ક સુધી માનવસાંકળ રચાઈ હતી. અહીં ખાસ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં પ્રદર્શનની તસવીરો... અત્યાર સુધી આ રાજ્યોમાં બાંગ્લાદેશનો આ રીતે વિરોધ કરવામાં આવ્યો છે... ત્રિપુરા- હોટલ હોસ્પિટલોમાં બાંગ્લાદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ ઓલ ત્રિપુરા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન (ATROA), ત્રિપુરાના હોટેલ અને રેસ્ટોરન્ટ ઓપરેટર્સના સંગઠને બાંગ્લાદેશમાં હિન્દુઓ સામેની હિંસાના વિરોધમાં બાંગ્લાદેશી પ્રવાસીઓને ભોજન અને રૂમ ન આપવાનો નિર્ણય લીધો છે. ત્રિપુરામાં અગરતલામાં આવેલી ILS હોસ્પિટલ મેનેજમેન્ટે પણ બાંગ્લાદેશી દર્દીઓની સારવાર ન કરવાનો નિર્ણય લીધો હતો. અગરતલામાં બાંગ્લાદેશી આસિસ્ટન્ટ હાઈ કમિશનની બહાર રેલી કાઢવામાં આવી હતી. આ દરમિયાન 50 થી વધુ પ્રદર્શનકારીઓ બાંગ્લાદેશના સહાયક ઉચ્ચ આયોગ પરિસરમાં ઘૂસી ગયા હતા. બંગાળ - હોસ્પિટલોએ સારવારનો ઇનકાર કર્યો, ઘૂસણખોરો પર નજર રાખો કોલકાતાની જેએન રે હોસ્પિટલના સુભ્રાંશુ ભક્તાએ બાંગ્લાદેશી દર્દીઓની સારવાર ન કરવાનો નિર્ણય કર્યો. તેમનું કહેવું છે કે બાંગ્લાદેશમાં તિરંગાનું અપમાન થઈ રહ્યું છે. બાંગ્લાદેશની આઝાદીમાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમ છતાં બાંગ્લાદેશીઓમાં ભારત વિરોધી ભાવનાઓ જોવા મળે છે. અહીં રાજ્ય સરકાર બાંગ્લાદેશીઓની ગેરકાયદેસર ઘૂસણખોરી પર પણ ચાંપતી નજર રાખી રહી છે. મહારાષ્ટ્ર - ગેરકાયદેસર રહેતી 5 બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહેતી પાંચ બાંગ્લાદેશી મહિલાઓની પોલીસે સોમવારે ભિવંડી વિસ્તારમાં એક ચાલીમાં દરોડા પાડીને આ મહિલાઓને પકડી પાડી હતી. તેમની ઉંમર 36 થી 50 વર્ષની વચ્ચે છે. તે બધા ભારતમાં રહેવા માટેના કોઈ માન્ય દસ્તાવેજ બતાવી શક્યા ન હતા. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા કેવી રીતે શરૂ થયા? બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટે શેખ હસીનાની સરકાર પડી ત્યારથી હિન્દુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. ઘણા હિન્દુ મંદિરોને પણ નુકસાન થયું હતું. ઈસ્કોનના પૂર્વ પ્રવક્તા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ હિંસા થઈ હતી. ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુ પર રાજદ્રોહ અને ચટગાંવના ન્યુ માર્કેટમાં આઝાદી સ્તંભ પર રાષ્ટ્રધ્વજ પર ભગવો ધ્વજ ફરકાવવાના આરોપો છે. ધ્વજ પર 'આમી સનાતની' લખેલું હતું. 26 નવેમ્બરે ચટગાંવ કોર્ટમાં ચિન્મયની હાજરી દરમિયાન કોર્ટ પરિસરમાં હોબાળો થયો હતો. આ દરમિયાન એક વકીલનું મોત થયું હતું. ત્યારથી હિંસા ચાલુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
