દહેગામ ના ચેખલાપગી ગામમાં ફેલાયેલો વ્યાજખોરો તથા લોન કંપનીઓ નો આતંક.સામાન્ય લોકો ત્રસ્ત - At This Time

દહેગામ ના ચેખલાપગી ગામમાં ફેલાયેલો વ્યાજખોરો તથા લોન કંપનીઓ નો આતંક.સામાન્ય લોકો ત્રસ્ત


દહેગામ ના ચેખલાપગી ગામમાં વ્યાજખોરો તથા લોન કંપનીઓ દ્વારા સામાન્ય જનતા નું થતું શોષણ ,દહેગામ તાલુકા માં વ્યાજખોરો તથા લોન કંપનીઓ દ્વારા સમગ્ર પંથકમાં ત્રાસ વધી રહ્યો છે જેમાં જાહેર જનતા ને લોન તથા મોંઘા વ્યાજદરે રૂપિયા આપી સામાન્ય ગામડાઓની જનતા ને ધાક ધમકી આપી તેમના ગુંડાઓને મોકલી પૈસા પડાવે છે તેવા બનાવો સામે આવી રહ્યા છે. જેમાં દહેગામ તાલુકા માં છ મહિના પહેલા જ આવો બનાવ બની જવા પામ્યો છે જેમાં દહેગામ ખાતે પાર્લર ચલાવતા યુવાન ને વ્યાજખોરો એ ટોર્ચર કરતા તેને પોતાના પાર્લર માં જ ઘરાફાંસો ખાઈ લીધો હતો જેથી પોલીસ દ્વારા ટૂંક સમય માં જ આરોપી વ્યાજખોરો ને પકડી લેવામાં આવ્યા હતા. , , આવા બનાવો બાદ પણ આજે દહેગામ ના ચેખલાપગી ગામમાં કેટલાક વ્યાજખોરો 10 થી 20 ટકા વ્યાજદરે રૂપિયા આપી ગામના લોકો જો હપ્તો ચુકી જાય અથવા વ્યાજ ન આપે તો તેમને મારી નાખવાની અને તેમના ઘરે જઈ મહિલાઓને ટોર્ચર કરી રહ્યા છે. કેટલીક લોન કંપનીઓ દ્વારા ગામમાં મહિલાઓને લોન આપે છે ત્યારબાદ ગામનો એક એજન્ટ કે જેને પોતાની id કાર્ડ નથી છતાં ગ્રાહક બનાવી તેમના પાસેથી લોન કરી આપવાના નામે પૈસા ઠગે છે. , , છેલ્લા બે વર્ષ થી કોરોના કાળ દરમિયાન રોજગાર ધંધા ઘટી ગયા હોય ત્યારે ગામડાનો નાનો વર્ગ અમુક પ્રસંગો સાચવવા તથા પરિવાર ની આરોગ્ય ની દવા માટે ન છૂટકે વ્યાજખોરો પાસેથી અમુક પૈસા લેતા હોય છે જેમાં વ્યાજખોરો પણ 5%,10%,15%,20%જેવી મોટી રકમ મહિને ઉઘરાવે છે જેમાં જો ગ્રાહક આ વ્યાજ ની રકમ જો એક મહિનો ન આપે તો તેને ત્રાસ આપવામાં આવે છે અને પોલીસ ફરિયાદ કરશો તો મારી નાખવાની ધમકી પણ આપતા હોય છે જો આ વ્યાજખોરો નું દુષણ જો હટાવવામાં નહિ આવે તો કેટલાય લોકોની જિંદગી હનાઈ જશે કારણે ઉંચા વ્યાજદર અને લોન કંપનીઓના ગુંડાતત્વો દ્વારા ગામડાઓની સામાન્ય પ્રજા ને ક્યાંક ડરાવી રહી હોય તેવું લાગી રહ્યું છે છતાં ગામની ભોળી જનતા આ વ્યાજખોરો તથા લોન કંપની ના રોફ થી ડરી પોલીસ સમક્ષ પણ જઈ શકતી નથી. હવે પ્રશ્ન એ થાય છે કે સુ દહેગામ પોલીસ આ વ્યાજખોરો ને ડામવા કોઈ કાર્યવાહી કરશે કે સુ તે જોવાનું રહ્યું.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.