સત્ય વિચાર દૈનિક નો પડઘો તળાજા – જૂનાગઢ રૂટ ની પરિવહન સેવા ૨૪ કલાક માં પૂર્વવત કરવા ખાત્રી
સત્ય વિચાર દૈનિક નો પડઘો તળાજા - જૂનાગઢ રૂટ ની પરિવહન સેવા ૨૪ કલાક માં પૂર્વવત કરવા ખાત્રી
દામનગર તળાજા ડેપો ની એસ ટી બસ તળાજા-જૂનાગઢ રૂટ ની ત્રીસ વર્ષ જુની પરિવહન સેવા એકાએક બંધ થતાં શાખપુર ના સ્થાનિક સરપંચ જસુભાઈ ખુમાણ દ્વારા ડેપો મેનેજર ને રજુઆત સાથે સુરત થી પ્રસિદ્ધ અખબાર સત્ય વિચાર દૈનિક માં ગામડા ઓને સાંકળતી એસટી બસ સેવા બંધ થવા થી ભારે હાલાકી અંગે સમાચાર અહેવાલ પ્રસિદ્ધ થતા તુરંત પરિવહન તંત્ર હરકત માં આવ્યું શાખપુર સરપંચ જસુભાઈ ખુમાણ ને ટેલિફોનિક સંપર્ક કરી ૨૪ કલાક માં તળાજા - જૂનાગઢ રૂટ ને પૂર્વવત કરી અપાશે તેવી ખાત્રી આપી હતી તળાજા થી ઉપડી પાલીતાણા ગારીયાધાર લીલીયા અમરેલી જિલ્લા માં થઈ જૂનાગઢ તરફ જતી ભાવનગર જિલ્લા માંથી લઈ જૂનાગઢ સુધી જતા રૂટ ના અસંખ્ય ગામડા ઓને સાંકળતી અતિ મહત્વ ની એસ ટી પરિવહન સેવા એકાએક બંધ કરાતા સત્ય વિચાર દૈનિક માં વિગતે અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તુરંત રૂટ પૂર્વવત કરવા પરિવહન તંત્ર એ ખાત્રી આપી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
