ગઢડામા સ્વામિનારાયણ મંદિર ની યોજાનારી ચૂંટણી અનુસંધાને પોલીસ તેમજ RPF કમાન્ડોએ વિવિધ વિસ્તારોમાં યોજી ફ્લેગ માર્ચ
ગઢડાના સ્વામિનારાયણ મંદિર ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી તેમજ લોકસભાની ચૂંટણીઓ યોજવાની છે ત્યારે અનિરછનીય ધટના ન બને અને મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટે બોટાદ જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે ત્યારે ગઢડા પોલીસ અને આરપીએફ કમાન્ડો દ્વારા ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફલેગ માર્ચ યોજી હતી બોટાદ જિલ્લાના ગઢડા માં આવેલ સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણી આગામી 21 માર્ચના રોજ યોજાનાર છે તેમજ લોકસભાની ચૂંટણી 7મી મેએ યોજાનાર છે ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણી મા દેવ પક્ષ દ્વારા આચાર્ય પક્ષ વચ્ચે ચૂંટણી યોજવાની છે ત્યારે દેવ પક્ષ દ્વારા આચાર્ય પક્ષના મતદારો અને સંતોના નામો મતદાન યાદીમાંથી કમી ક્યાંના આક્ષેપો સાથે વિવાદ ચાલી રહ્યો છે અને ચૂંટણી રસપ્રદ બની છે તેમજ લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે ત્યારે બંને ચુંટણી માં મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે તેમજ કોઈ અનિરછનીય ધટના ન બને જે અંતર્ગત ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયાએ ગઢડા પોલીસ ને એલર્ટ રહેવા સૂચનાઓ આપતા ગઢડા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજી હતી ગઢડા પી આઈ મયુર ધ્વજસિંહ જાડેજા પીએસઆઇ ગોહિલ તેમજ આર પી એફ કમાન્ડો અને પોલીસ દ્વારા આજે સાંજના ગઢડા શહેરના બોટાદ ના ઝાંપે,બસ સ્ટેન્ડ રોડ ,ટાવર ચોક ,નવી કાપડ બજાર, માણેક ચોક , ગોપીનાથજી મંદિર તેમજ ગઢડા તાલુકાના માડવધાર,કેરાળા,રામપરા,લીંબાળી ,રોજમાળ,વાવડી ઇતરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગઢડા પોલીસ અને આરપીએફ કમાન્ડો દ્વારા ફ્લેગ માર્ચ યોજી લોકોને નિર્ભયતાથી મતદાન કરવા શુભ સંદેશો આપ્યો હતો.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.