વાહન સ્લીપ ખાતા એપરપોર્ટ પાસે મહિલાનું અને વટવામાં યુવકનું મોત - At This Time

વાહન સ્લીપ ખાતા એપરપોર્ટ પાસે મહિલાનું અને વટવામાં યુવકનું મોત


અમદાવાદ,સોમવારઅમદાવાદમાં રવિવારે ભાર વરસાદના કારણે વાહન સ્લીપ થતાં  મહિલાનું એરપોર્ટ નજીક અને વટવામાં બાઇક સ્લીપ ખાતાં યુવકનું સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.દંપતિ લાલદરવાજા ગણપતિ મંદિરે દર્શન કરીને જતા હતા એરપોર્ટ પાસે અકસ્માત, ઘરે ગયા બાદ માથામાં દુખાવો થતાં પત્નીનું મોત  આ કેસની વિગત એવી છે કે  સરદાનગર નોબલનગર પાસે પ્રેમાપ્રકાશ આશ્રમ પાસે સુદામા કુટીરમાં રહેતા આરતીબહેન ધર્મેન્દ્ર કાંજાણી (ઉ.વ.૫૨) દંપતિ  ગઇકાલે રવિવારે લાલદરવાજા ગણપતિ મંદિરે દર્શન કરીને ઘરે જતા હતા દરમિયાન રાતે  ૯ વાગે  ભારે વરસાદના કારણે  તેમનું મોપેડ સ્લીપ ખાઇ ગયું હતું, જો કે દંપતિ ઘર ેપહોંચી ગયા હતા બાદમાં માથામાં  અસહ્ય દુખાવો થતાં આરતીબહેનને ગાંધીનગર હાઇવે પરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા  હતા તેમને માથામાં ગંભીર ઇજા થવાના કારણે સારવાર દરમિયાન મૅોડી રાતે  મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બીજા બનાવમાં વટવામાં રાજગુરુ ફેકટરી પાસે દેવમાતા મંદિર રોડ ઉપર મોટો ભોઇવાસમાં રહેતા અને છૂટક મજૂરી કરતા શૈલેષભાઇ રાજેશભાઇ ભોઇ (ઉ.વ.૨૩) ગઇકાલે ૭.૩૦ વાગે બાઇક લઇને બાકરાલ ગામથી પરત આવી રહ્યા હતા આ સમયે વટવાથી વટવા ટનિંગ કેનાલ પાસે ભારે વરસાદના કારણે બાઇક સ્લીપ ખાઇ ગયું હતું. જેથી યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સ્થળ  ઉપર જ મોત થયું હતુ. આ  બનાવ  અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે  અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.