રાજકોટની કર્ણાવતી સ્કૂલના શિક્ષિકા સામે વાલીની પોલીસ ફરિયાદ; મારો ઈગો હર્ટ થયો છે, મારા પરના આક્ષેપો ખોટાઃ શિક્ષિકા
રાજકોટમાં ચાર વર્ષની બાળકીના ગુપ્તાંગના ભાગે ઇજા પહોંચાડવા મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધઈ છે. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના મિતલબેન નામના શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ઇજા પહોંચાડવી, પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકીને ગુપ્તાંગના ભાગે આંગળી અથવા તો પેન વડે મુંઢ ઇજા પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે પરિવારના આ આક્ષેપોને શિક્ષિકાએ ખોટા ગણાવ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
