રાજકોટની પ્રાચીન ગરબીમાં સળગતી ઇંઢોણી અને હાથમાં મશાલ લઈ દીકરીઓ 20 મિનિટ ગરબે ઘૂમી, લોકો ચકિત થયા - At This Time

રાજકોટની પ્રાચીન ગરબીમાં સળગતી ઇંઢોણી અને હાથમાં મશાલ લઈ દીકરીઓ 20 મિનિટ ગરબે ઘૂમી, લોકો ચકિત થયા


માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિ લોકો ઉત્સાહ-ઉમંગ સાથે ઉજવી રહ્યા છે. આજે માતાજીનું ચોથું નોરતું છે. અર્વાચીન ગરબાની ઝાકમઝોળ વચ્ચે પણ રાજકોટના વિવિધ વિસ્તારોમાં પ્રાચીન ગરબીઓ આજે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. રાજકોટના મવડી ચોક વિસ્તારમાં શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી પ્રાચીન ગરબીનું તદ્દન નિઃશુલ્ક આયોજન કરવામાં આવે છે. નવરાત્રિના નવે નવ દિવસ અહીં હજારોની સંખ્યામાં ભાવિકો માતાજીની આરાધનામાં લીન બનીને ગરબે ઘૂમતી બાળાઓને નિહાળવા આવે છે. ત્યારે આ ગરબી મંડળની દીકરીઓએ આગની ભભૂકતી જ્વાળા સાથે માથા પર સળગતી ઇંઢોણી અને હાથમાં મશાલ રાખી 20 મિનિટ ગરબે ઘૂમી હતી. આ રાસ જોઇને સૌકોઈ ચકિત થઈ ગયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.