ભાડલાના બાબુભાઇ દોમડીયાનું ગામની મંડળી પાસે ઢળી પડતાં મોત
જસદણના ભાડલા ગામે રહેતાં બાબુભાઈ છગનભાઈ દોમડીયા (ઉ.વ.૫૫) નામના પ્રૌઢ વાડીએથી ભાડલા ગામે મંડળી ખાતે ગયા ત્યારે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો. બાબુભાઈ બે ભાઈ અને એક બહેનમાં મોટા હતાં અને ખેતી કરતાં હતાં. તે ખાતર લેવા ગયા ત્યારે ખાતરની સાથે દવાની બોટલ પણ લેવાનો આગ્રહ કરાયો હતો. પરંતુ તે બોટલ લેવા બાબતે ચડભડ કરી બોટલ નથી લેવી કહીને મંડળીએથી રવાના થયા હતાં ત્યાં જ થોડે આગળ જતાં બેભાન થઈ ઢળી પડ્યા હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું. તેમજ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
