જસદણ નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ માંથી પાવર ચૉરતા તત્વો સાવધાન પૉલીસ ફરિયાદ થછૅ પાવર ચોરી પકડવા અને તુરંત સ્ટ્રીટ લાઇટ રીપેરીંગ કરવા ચીફ ઑફીસર રાજુ શૅખનૉ વટ હુકમ - At This Time

જસદણ નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ માંથી પાવર ચૉરતા તત્વો સાવધાન પૉલીસ ફરિયાદ થછૅ પાવર ચોરી પકડવા અને તુરંત સ્ટ્રીટ લાઇટ રીપેરીંગ કરવા ચીફ ઑફીસર રાજુ શૅખનૉ વટ હુકમ


જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તારીખ 31 ના રોજ હુકમ બહાર પાડવામાં આવ્યો છે જેમાં ઍક થી સાત વૉર્ડ મા સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ તેમજ પાવર ચોરી અટકાવવાની કામગીરી કરવા વિવિધ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે ચીફ ઓફિસર રાજુભાઈ શેખ ના આદેશ મુજબ જસદણ શહેરના વોર્ડ નંબર એક થી સાત માં આવેલ સ્ટ્રીટ લાઈટો રીપેરીંગ તેમજ સ્ટ્રીટ લાઇટના પોલ પરથી થતી પાવર ચોરી અટકાવવા માટે વિવિધ કર્મચારીઓને ઓર્ડર સાથે આદેશ કરવામાં આવ્યો છે ઓર્ડરમાં જણાવ્યું છે કે દરેક વાયરમેન ગંભીરતાપૂર્વક કામગીરી કરે જે તે વિસ્તારમાં લાઈટ બંધ હોય તેને તત્કાલ રીપેર કરી ચાલુ કરવી તેમજ મળેલ ફોલ્ટ ની ફરિયાદ તાત્કાલિક નિકાલ કરવા પ્રયત્ન કરવો અને જે તે વિસ્તારમાં કોઈ આસામી દ્વારા નગરપાલિકાની લાઈટ માં પોલ ઉપરથી પાવર ચોરી થતી હોય તો તે બાબતે તુરંત જાણ કરવા તથા પાવર ચૉરી કરતા ઇસમો સામૅ પૉલીસ ફરિયાદ કરવા હુકમ કરેલ છે આ બાબતે તારીખ વાઇઝ વિવિધ કર્મચારીઓની નિમણૂક કરીનૅ કડક રીતૅ પાલન કરવા સુચના આપી છે.

નરૅશ ચૉહલીયા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.