બ્રેકિંગ ન્યૂઝ (આંદોલન ) કર્મચારીઓની જૂની પેન્શન યોજના બાબતની લડતમાં આપ નેતા પ્રવીણ રામે આપ્યું ખુલ્લું સમર્થન - At This Time

બ્રેકિંગ ન્યૂઝ (આંદોલન ) કર્મચારીઓની જૂની પેન્શન યોજના બાબતની લડતમાં આપ નેતા પ્રવીણ રામે આપ્યું ખુલ્લું સમર્થન


કર્મચારીઓની જૂની પેન્શન યોજના બાબતની લડતમાં આપ નેતા પ્રવીણ રામે આપ્યું ખુલ્લું સમર્થન

પ્રવીણ રામ ભૂતકાળમાં કર્મચારીઓની અનેક લડતો લડી સફળતા અપાવી ચૂક્યા છે

ભૂતકાળમાં ફિક્સ પગારના કર્મચારીઓના પગાર વધારામાં પ્રવીણ રામની મહત્વની ભૂમિકા રહી છે

કર્મચારીઓ દ્વારા આજ રોજ કાળા કપડાં પહેરી તેમજ 23 તારીખે ગાંધીનગર ખાતે ધરણા કરી સરકાર સામે વિરોધ કરવાના આયોજનને પ્રવીણ રામે વ્યક્તિગત રીતે સંપૂર્ણ સમર્થન આપ્યું છે

વધુમાં પ્રવીણ રામે જણાવ્યું છે કે ભૂતકાળમાં પણ જેમ કર્મચારીઓ માટે લડાઈ લડી એમ જો જૂની પેન્શન યોજના બાબતે પણ ફરી મારે મેદાનમાં ઉતરવું પડશે તો પણ કર્મચારીઓ વતી મારી તૈયારી છે

જૂની પેન્શન યોજના બાબતે ફરી મેદાનમાં ઉતરવાની પ્રવીણ રામની ચીમકીને લઈને સરકારની ચિંતામાં વધારો થઈ શકે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.