GMCમાં બાગાયત મદદનીશની ભરતીના નિયમો સુધારાયા - At This Time

GMCમાં બાગાયત મદદનીશની ભરતીના નિયમો સુધારાયા


ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બાગાયત મદદનીશની ભરતી માટે શૈક્ષણિક લાયકાતમાં ખેતીવાડી અથવા બાગાયતમાં ડિપ્લોમાની પદવીની જોગવાઇ રાખવામાં આવી હતી. બીજીતરફ રાજ્ય સરકારમાં
આ જ જગ્યા માટે માત્ર બાગાયતમાં ડિપ્લોમાની પદવીની જોગવાઇ હતી. જેથી આ વિસંગતતા ઉપસ્થિત થતાં ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા પ્રશ્ન ઉપસ્થિત કરાયો હતો. જેથી મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિયમોમાં સુધારો કરીને ખેતીવાડીના ડિપ્લોમાની જોગવાઇ રદ કરવામાં આવી છે. હવે બાગાયતમાં ડિપ્લોમા કર્યું હશે તે ઉમેદવારો જ આ જગ્યા માટે પાત્ર ઠરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.