રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી: ભાજપ નેતાઓ શરમ કરો જામનગરમા કોંગ્રેસનો વિરોધ
રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી: ભાજપ નેતાઓ શરમ કરો જામનગરમા કોંગ્રેસનો વિરોધ
જામનગર: રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી મળતાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચાર શખ્સો સામે રાહુલ ગાંધીને શારીરિક અને માનસિક ઈજા પહોંચાડવા, તેમને ખતમ કરવાની અને તેમના પદની ગરિમાને ખતમ કરવાની અને અભ્રદ ટીપ્પણીઓ અને તેમને ધમકીઓ આપવા બદલ ફરિયાદ નોંધવાની માંગણી સાથે શહેર કોંગ્રેસ દ્વારા ડીવાયએસપીને લેખિતમાં જાણ કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકરોએ આ ધમકીઓને ગંભીરતાથી લઈને વિરોધ નોંધાવ્યો છે.
શહેર ડીવાયએસપીને જાણ કરતા નિવેદન પત્રમા ભારતીય જનતા પાર્ટી સામે એફઆઈઆર નોંધવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા મુદ્દાસર આવેદનમા જણાવ્યું હતુ કે, બીજેપી નેતા તરવિન્દર સિંહ મારવાહએ તા. ૧૧-૯-૨૦૨૪ ના રોજ, ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે “રાહુલ ગાંધી બાઝ આજા, નહીં તો આને વાલે ટાઈમ મેં તેરા ભી વહી હાલ હોગા જો તેરી દાદી કા હુઆ" (ઈન્દિરા ગાંધીની જેમ હત્યા)
સંજય ગાયકવાડ, ધારાસભ્ય, શિંદે સેના (મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી) તા. ૧૬-૯-૨૦૨૪ના રોજ જાહેરમાં ૧૧ લાખ રૂ.ના ઈનામની જાહેરાત કરી. જે કોઈ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જીભ કાપશે તેને ૧૧ લાખ ઈનામ આપીશ.
રેલ્વે રાજ્ય મંત્રી રવનીત બીટ્ટુ એ તા.૧૫-૯-૨૦૨૪ના રોજ, મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીને 'દેશનો નંબર વન આતંકવાદી' કહ્યો.
એજ રીતે ૧૬-૯-૨૦૨૪ના રોજ ભાજપના નેતા અને યુપીના મંત્રી રઘુરાજ સિંહ પણ જાહેરમાં કહ્યું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી 'ભારતના નંબર વન આતંકવાદી છે.
આ સમગ્ર ટીપ્પણી મુદ્દે કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ આ ઘટનાની નિંદા કરતાં જણાવ્યું હતું કે, આવી ધમકીઓ દેશના લોકશાહી માટે ખતરો છે. કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીની જીભ કાપી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઘટનાને પગલે જામનગરમાં તંગદિલીનું વાતાવરણ છે અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.