જસદણ વિછીયા પંથકમાં વાવણી લાયક વરસાદથી લાપસીના આંધણ મુકાયા ખેડૂતો ખુશ તો અમુક વિસ્તારમાં માત્ર જાપટા પડતા નારાજગી - At This Time

જસદણ વિછીયા પંથકમાં વાવણી લાયક વરસાદથી લાપસીના આંધણ મુકાયા ખેડૂતો ખુશ તો અમુક વિસ્તારમાં માત્ર જાપટા પડતા નારાજગી


કપાસ મગફળી સોયાબીન જુવાર બાજરી મકાઈ મગ તલ અડદ સહિતના વાવણીના શ્રી ગણેશ કરતા ધરતીપુત્રો

(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ વિછીયા આટકોટ સાણથલી પંથકમાં સર્વત્ર વાવણી લાયક વરસાદ વરસતા ઠેર ઠેર ધરતીપુત્રો દ્વારા લાપસીના આંધણ મૂકવામાં આવ્યા હતા અનૅ ખેડૂતો ખુશખુશાલ થયા હતા તો જસદણ શહેર સહિત અમુક ગામોમાં માત્ર ઝાપટા વરસતા ખેડૂતોમાં થોડી નારાજગી થઈ હતી હાલ ખેડૂતો દ્વારા કોરામાં કપાસીયા સોંપવામાં આવ્યા છે તો અમુક લોકોએ કોરામાં જ મગફળીનું વાવેતર કરી દીધું હતું તેઓને સારો એવો ફાયદો થયો છે આ વાવણી લાયક વરસાદથી કપાસ મગફળી મગ તલ અડદ જુવાર બાજરી મકાઈ સોયાબીન વાવેતર ની શરૂઆત થઈ છૅ જસદણ વિછીયા પંથકમાં આજથી જ વાવણીના શ્રી ગણેશ ખેડૂતો દ્વારા કરી દેવામાં આવ્યા છે ભારૅ બફારો ઉકળાટ અને ગરમી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોના હૈયૅ પણ ટાઢક વળી હતી તો અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ તંત્ર પ્રત્યે રોશ ઠાલવ્યો હતો. વરસાદ શરૂ થતા ની સાથે જ વીજળી ગુલ થતા પીજીવીસીએલ તથા પાલિકા તંત્રની પ્રી મોનસુન કામગીરીની પણ પોલ છતી થઈ હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.