જસદણ-વીંછીયા પત્રકાર સંઘની બેઠક મળી. - At This Time

જસદણ-વીંછીયા પત્રકાર સંઘની બેઠક મળી.


જસદણ-વીંછીયા પત્રકાર સંઘની બેઠક મળી.

જસદણમાં બાયપાસ રોડ પર આવેલ ચોહલીયા ફાર્મ હાઉસ ખાતે જસદણ-વીંછીયા શહેર અને તાલુકા પત્રકાર સંઘની એ.બી.પી.એસ.એસ. ના રાજકોટ જિલ્લાના અધ્યક્ષ દીપકભાઈ રવિયાના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં એ.બી.પી.એસ.એસ.ના સૌરાષ્ટ્ર ઝોનના ઉપાધ્યક્ષ નરેશભાઈ ચોહલીયા, જસદણ-વીંછીયા પત્રકાર સંઘના પ્રમુખ બીજલભાઈ ભેંસજાળીયા સહિતના પત્રકારભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પત્રકારોની પડતર માંગણીઓ અને પત્રકાર સુરક્ષા કાનૂન સહિતના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. વધુમાં આ બેઠકમાં પત્રકારભાઈઓ દ્વારા આવનારી જસદણ બેઠકની વિધાનસભાની ચૂંટણી અંગે ખાસ વિચારવિમર્શ કરવામાં આવ્યા હતા.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.