ગેરકાયદેસર હથિયાર પિસ્ટલ સાથે એક ઇસમની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ.
અમદાવાદ શહેર ખાતે આગામી દિવસોમાં રથાયાત્રાના તહેવાર અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ચૈતન્ય આર.મંડલીક સાહેબ સુચના આપેલ કે અમદાવાદ શહેર ખાતે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે સારૂ રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગ રાખવી તેમજ યોગ્ય તકેદારી રાખવી,
જે અનુસધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર શ્રી એચ.એમ.વ્યાસ સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેકટર શ્રી જે.આર.બલાત તથા ટીમના માણસો ઉપરોકત કામગીરી સબંધે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ટીમના ASI ભગવાનભાઈ મસાભાઈ તથા ASI કિરીટસિંહ હરીસિંહ નાઓને સંયુકત બાતમી હકીકત મળેલ કે એક ઇસમ હાલ અમદાવાદ શહેર નારોલ વિશાલા રોડ, આર.વી.ડેનીમ ફેકટરી પાસે જાહેરમાં ઉભો છે જે પોતે પોતાના કબજામાં ગેરકાયદેસરનું હથિયાર રાખી તેનું વેચાણ કરવા અથવા તેનો નિકાલ કરવા ઉભો છે,
ઉપરોકત બાતમી આધારે બાતમીવાળી જગ્યા અમદાવાદ શહેર નારોલ વિશાલા રોડ, આર.વી.ડેનીમ ફેકટરી પાસે જાહેરમાંથી આરોપી રફિકભાઇ અલ્લાઉદ્દીન સિપાઇ, ઉ.વ.૨૨, રહે.મુસ્કાન રો હાઉસ સામે, અલંદા મસ્જિદ પાસે,આર.એમ.પાર્લર, બૅરેલ માર્કેટ,દાણીલીમડા, અમદાવાદ. મુળગામ: ચાંદેસર, તા - સિધ્ધપુર, જી - પાટણનાને પિસ્ટલ નંગ -૧ કિ રૂ.૨૫,૦૦૦/ સાથે ઝડપી પાડી આરોપી વિરુધ્ધમાં ડી.સી.બી. પો.સ્ટે.પાર્ટ બી ગુ.ર.નં.૧૧૧૯૧ ૦૧૧૨૨૦ ૦૮૪/૨૦૨૨ ધી આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ, ૨૯ તથાજી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે,
મજકુર આરોપી ગેરકાયદેસરનું હથિયાર કોની પાસેથી અને કેમ મેળવી લાવેલ હતો તે
સબંધે વધુ તપાસ જારી છે.
Report by :- Keyur Thakkar
Ahmedabad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.