ઞિર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામે ઇલેક્ટ્રિક શોક લાગવાથી ખેડુત પુત્રનું આકસ્મિક મૃત્યુ પરિવાર ઉપર આભ ફાટ્યું - At This Time

ઞિર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામે ઇલેક્ટ્રિક શોક લાગવાથી ખેડુત પુત્રનું આકસ્મિક મૃત્યુ પરિવાર ઉપર આભ ફાટ્યું


તારીખ:21 ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામે બોડીદર ગામથી અડધો કિલોમીટર દૂર આવેલ બાગ વાડી વિસ્તારમાં એક ખેડૂતપુત્ર વાળા પ્રતાપભાઈ માલાભાઈ તેમની વાડીમાં રસ્તાની બાજુમાં ટી.સી હોય ત્યાં બાજુ માંથી પ્રચાર થતા ભેજનું વાતાવરણ હોય ત્યાંથી ઓચિંતા વિજશોક લાગવાથી મૃત્યુ થતા આ પરિવાર ઉપર આભ ફાટ્યું એવા ઘેરાં પ્રત્યાઘાતો બોડિદર ઞામમાં દરેક સમાજના લોકોમાં પડ્યા હોય એવું વાતાવરણ બોડિદર ઞામમાં જોવાં મળ્યુ હતું આ બનાવ તારીખ 21ના રોજ સાંજના 5:45 થી 6:00 કલાકના અરસામાં બનાવ બન્યો હતો

ત્યારબાદ ટેલીફોન 108 એમ્બ્યુલન્સનેં જાણ કરતાં તુરંતજ સારવાર અર્થે કોડીનાર મનન હોસ્પિટલમાં એડમીટ કરતાં ત્યાં સામાન્ય એવી સારવાર મળતાં જ ડોક્ટરે મૃત જાહેર કરતાં આ પરિવાર ઉપર આભ ફાટ્યું નાં દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારબાદ તેમને પી.એમ અર્થે કોડીનાર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં પી.એમ અર્થે પી.એમ રુમમાં ખચેડવામાં આવ્યા હતા ત્યાં કોડીનાર પોલીસ તેમજ ઞીરઞઢડા પોલીસે પી.એમ કરાવી પંચનામું કરીને તેમના પરિવારને ડેડ બોડી સોંપવામાં આવી હતી ત્યાં સૌ કોઈ હાજર આગેવાનો અને પરિવારજનોના આંખના આંસુઓ છલકાઇ ગયા હતા ત્યાં એવું ગમ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું કે તેમના પરિવાર ઉપર આભ ફાટ્યું હોય એવા નોધારા આંસુએ રડતા જોવા મળ્યા હતા

ત્યારબાદ સમાજના રીતરિવાજ મુજબ રાત્રે અગ્નિસંસ્કાર નાં અપાતાં હોય જેથી કરીને આ ખેડૂતપુત્રની સવારે સ્મશાન યાત્રા નિકળતાં સ્વ પ્રતાપભાઈ માલાભાઈ વાળાની સ્મશાન યાત્રામાં બોડીદર ગામના તમામ આગેવાનો તેમજ આજુબાજુ ગામના આગેવાનો અને દરેક સમાજના લોકો આ વિશાળ સ્મશાન યાત્રામાં જોડાયા હતા અને આ સ્મશાન યાત્રામાં બોડિદર ઞામનાં દરેક સમાજનાં લોકો આજુબાજુ ઞામનાં લોકો હિબકે ચડ્યા હોય એવું વાતાવરણ જોવાં મળ્યું હતું જ્યાં હાજર આગેવાનો અને અન્ય ગામલોકોએ એવું જણાવ્યું હતું કે જો એમની વીમા પોલિસી હોય અથવા બેંકમાં વીમા પોલિસી હોય અને પી.જી.વી.સી.એલ દ્વારા મળતા વિમા કેમ્પનો લાભ હોય તો તેમના વારસદાર પરિવારને મળે એવી પણ લોક માંગણી ઉઠવા પામી છે

પ્રેસ રીપોર્ટર ડિ.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon