શ્રીકષ્ટભંજનદેવ દાદાને સિલ્વર ડાયમંડ વાઘાનો દિવ્ય શણગાર એવમ્ 100 કિલો સુખડી અને 100 કિલો બુંદીના લાડુનો અન્નકૂટ ધરાવાયો
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.06-03-2025ને ગુરૂવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ દાદાને સિલ્વર ડાયમંડ વાઘાનો દિવ્ય શણગાર એવમ્ સુખડી-લાડુનો અન્નકૂટ ધરાવાયો હતો આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પરમ પૂજ્ય 108 લાલજી સૌરભ પ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. આજે અનેક હરિભક્તોએ દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક ભક્તોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતા અનુભવી હતી શ્રી હરિકૃષ્ણ મહિલામંડળ દ્વારા શ્રીહરિ મંદિરમાં શ્રી વાલ્મીકી રચિત શ્રી રામાયણનું તા.02 થી 08 માર્ચ 2025 આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી મહંત પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશ સ્વામી-અથાણાવાળાએ શ્રી રામાયણ કથાનું રસપાન કરાવ્યું હતું, હરિભક્તોનેશ્રી રામાયણ કથા શ્રવણનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીના વિશેષ વાઘા અને ધરાવેલા અન્નકૂટ વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે હનુમાનજીને 15 કિલો ચાંદીના ડાયમંડજડીત વાઘા પહેરાવાયા છે. આ સાથે દાદાને 100 કિલો સુખડી અને 100 કિલો બુંદીના લાડુનો અન્નકૂટ ધરાવાયો છે તો શ્રીકષ્ટભંજન દેવને આજે ચાંદીના 1 લાખ 8 હજાર પ્લસ હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા છે. હનુમાનજીને પહેરાવવામાં આવેલા આ વાઘાનું વજન 15 કિલો છે, સાથે જ શ્રીકષ્ટભંજનદેવના મુગટમાં 7000 અને કુંડળમાં 3000 હીરા લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત વાઘામાં 200 રિયલ ડાયમંડ, 100 ગ્રામ રોડિયમ, 200 માણેક અને 200 પન્નાનું જડતર છે આ વાઘામાં 14 કિલો ચાંદીનો ઉપયોગ થયો છે. આ વાઘાનું કુલ વજન 15 કિલો છે આ વાઘામાં મુગટ, કલગી, કુંડળ, ગળાબંધ, સુરવાલ, રજવાડી સેટ, મોજડી અને કંદોરો પણ સામેલ છે આ મુગટમાં સાત હજાર અને મોજડીમાં 3 હજાર ડાયમંડ છે. આ વાઘામાં થ્રીડી વર્ક, બિકાનેરી મીણો, પેઈન્ટિંગ મીણો, ફિલિગ્રી વર્ક અને એન્ટિક વર્ક કરવામાં આવ્યું છે વાઘાને આકર્ષક બનાવવા માટે મીણા કારીગરીથી 24 જેટલા મોર ડિઝાઈન કરવામાં આવ્યા છે આ વાઘા બનાવવા માટે 8 મુખ્ય ડિઝાઈનર અને કારીગરોએ લગભગ 1800 કલાક કામ કર્યું છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
