બોટાદ ના મનીષ મકવાણા ને ઈન્સ્ટા સ્ટાર કોરિયોગ્રાફર એવોર્ડ થી સન્માનીત કરવામાં આવ્યા - At This Time

બોટાદ ના મનીષ મકવાણા ને ઈન્સ્ટા સ્ટાર કોરિયોગ્રાફર એવોર્ડ થી સન્માનીત કરવામાં આવ્યા


પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
ગત તારીખ 19 મે 2024 ના રોજ રાજકોટ ખાતે લોટસ ઇવેન્ટ દ્વારા ઇન્સ્ટા સ્ટાર એવોર્ડનું આયોજન કરવામાં આવેલ. જેમાં સમગ્ર ગુજરાતભર માંથી નાના મોટા અનેક ફિલ્ડના કલાકારો એકઠા થયા હતા. જેમાં આપણા બોટાદ ના જાણીતા અને ખ્યાતનામ ડાન્સ કોરિયોગ્રાફર વર્ષોથી પાયોનિયર ડાન્સ એકેડમી ચલાવનાર મનીષ મકવાણા ને ઈન્સ્ટા સ્ટાર કોરિયોગ્રાફર એવોર્ડ-2024 આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ થી મનીષ મકવાણા એ બોટાદ નુ ગૌરવ વધાર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.