અમદાવાદ મધ્યસ્થ જેલમાં ખાધા-ખોરાકીના કેસમાં સજા પામેલ પેરોલ રજા ઉપરથી ફરાર કેદીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

અમદાવાદ મધ્યસ્થ જેલમાં ખાધા-ખોરાકીના કેસમાં સજા પામેલ પેરોલ રજા ઉપરથી ફરાર કેદીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ* તથા *પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે* ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

તા.૦૯/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર ખાતે હાજર હતાં.તે દરમ્યાન અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ખાધા ખોરાકીના કેસમાં પાકા કામનાં કેદી તરીકે રહેલ બીપીનભાઇ ભુપતભાઇ મકવાણા રહે.રામધરી તા.શિહોર જી.ભાવનગરવાળા પેરોલ રજા ઉપરથી ફરાર થઇને હાલ-સુરત ખાતે રહેતાં હોવાની માહિતી મળી આવેલ.જે માહિતી આધારે પોલીસ સ્ટાફના માણસોએ સુરત ખાતે જઇ તપાસ કરતાં નીચે મુજબના પેરોલ રજા ઉપરથી ફરાર પાકા કામના કેદી હાજર મળી આવેલ. તેને હસ્તગત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવેલ છે.
*પેરોલ જમ્પ કેદીઃ-* બીપીનભાઇ ભુપતભાઇ મકવાણા ઉ.વ.૩૭ રહે.રામધરી તા.શિહોર જી.ભાવનગર હાલ-ઘર નં.૬, રોયલ રો-હાઉસ વિભાગ-૦૨, કામરેજ, સુરત
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી હરેશભાઇ ઉલ્વા, હિરેનભાઇ સોલંકી, દિપસંગભાઇ ભંડારી, નીતિનભાઇ ખટાણા, હરિચંદ્દસિંહ દિલુભા, મહેશભાઇ કુવાડિયા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.