કવિ રમેશ પારેખને અમરેલીની વિશેષ સ્મરણાંજલિ - At This Time

કવિ રમેશ પારેખને અમરેલીની વિશેષ સ્મરણાંજલિ


કવિ રમેશ પારેખને અમરેલીની વિશેષ સ્મરણાંજલિ

"સોનપરી આવે છાનકડી" બાલકેન્દ્રી કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન

ગદ્ય સાહિત્ય સભા અને સંવાદ અમરેલીનું આયોજન

કવિ રમેશ પારેખ સ્મરણ પર્વ 2024 અંતર્ગત તેમની પુણ્યતિથિ નિમિત્તે અમરેલી ખાતે તારીખ 19- 5 -2024 અને રવિવારના રોજ ગદ્ય સાહિત્ય સભા અને સંવાદ અમરેલીના સંયુક્ત ઉપક્રમે "સોનપરી આવે છાનકડી" શીર્ષક તળે સંપૂર્ણ બાલ કેન્દ્રી કાર્યક્રમ ઉત્સાહભેર સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. પ્રારંભમા અમરેલીની પ્રખ્યાત ગાયિકા કુ.ઝીલ જોષી એ પ્રાર્થના દ્વારા સ્વર શુકન કરાવ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવો સર્વશ્રી છગનભાઈ ધોરાજીયા , ભરત ઉપાધ્યાય , રિયાઝ વેરસિયા, સ્વાતિબેન જોશી, નીધી મહેતા સહિતના દીપ પ્રાગટ્ય દ્વારા વંદના કરી હતી.

સંવાદના સંયોજક પરેશ મહેતાએ પૂર્વભૂમિકા રજૂ કરતા જણાવેલ કે આ ઉપક્રમથી બાલ સાહિત્યકાર રમેશ પારેખને વિશેષ સમરાણાંજલિ રૂપે સંપૂર્ણપણે બાળકોને જ કેન્દ્રમાં રાખી આ ઉપક્રમ આયોજિત કરવામાં આવેલ છે. શાબ્દિક સ્વાગત વાસુદેવ સોઢા દ્વારા કરવામાં આવેલ .

ઉમળકાભેર શરૂ થયેલ આ ઉપક્રમ માં બહોળી સંખ્યામાં હાજર બાળકો ,વાલીઓ ,સર્જકો, ભાવકો સમક્ષ બાલ ગીતો, વાર્તાઓ ,બાલગીતોની રિમિક્સ, ટોની વાંદરાના કરતબ, બાલ નાટક ,જાદુઈ ખેલ ,ઉખાણા ની રમત, અભિનય ગીત ,લોક વાર્તા વગેરેની પ્રસ્તુતિ સર્વશ્રી ભરત અગ્રાવત , ઉમેશ ચાવડા ,રઘુ રમકડું , વાસુદેવ સોઢા, નીધી મહેતા ,ચેતનાબેન બાજક, ઝીલ જોષી, સુરેશ નાંગલા , દિવ્યાર્થ પરમાર, જીયા રાવળ ,વ્યોમ મહેતા , ત્રિશા વ્યાસ ,ઝીલ તાપરિયા, કેશવી સોઢા વગેરે સહિતના ઉત્સાહભેર રજૂ કરી વેકેશન મૂડ,ધમાલ મસ્તી આનંદનો અનોખો અવસર ,માહોલ સર્જી દીધો હતો.

આ તકે કવિ રમેશ પારેખના સમકાલીન સર્જકો સર્વશ્રી કવિ હર્ષદ ચંદારાણા અને છેલભાઈ વ્યાસ એ રાજીપો વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

વિશેષમાં શેર એન્ડ કેર પરિવાર દ્વારા સ્લમ એરીયા ના બાળકોને ખાસ હાજર રાખી આ અવસરે આનંદમાં સહભાગી બનાવ્યા હતા .

ઉપક્રમ વચ્ચે છગનભાઈ ધોરાજીયા , સ્વાતિબેન જોશી, રિયાઝ વેરસીયા, મનીષ પારેખ વગેરે ઉષ્માસભર પ્રતિભાવ વ્યક્ત કરેલ .

આ તકે સર્જકો સર્વશ્રી બાલકિશન જોગી, ફિરોજ હસનાની ,પ્રકાશ જોશી, કેતન કાનપરિયા, મુકેશ જોગી ,ગોપાલ ધકાણ,પંકજ ચૌહાણ મનીષ પારેખ (રાજકોટ) દિપ્તી વ્યાસ (ઉપલેટા )નીધી મહેતા (અમદાવાદ ), રાકેશ નાકરાણી ,પ્રકાશ પાઘડાલ ,ઠાકર દંપતિ ,ધર્મેન્દ્ર જોશી ,મનીષ રામાણી ,અંકિતા જોશી, યામીની કંસારા સહિતના બહોળી સંખ્યામાં ભાવકો બાળકો એ મોજ મસ્તી આનંદ માણ્યો હતો. અને ધમાલ મસ્તીમાં સામેલ થયા હતા .

અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર વતી કવિ શ્રી ઉમેશભાઈ જોશી એ શુભેચ્છાઓ પાઠવી હતી . ઉપરાંત કવિ શ્રી ભરત વિંઝુડા, લાલજી કાનપરિયા, ગુણવંત વ્યાસ, રેખાબેન દવે ,ગોરધન ભેસાણીયા ,કૃપા ઓઝા, સંજીવ ધારૈયા ,હસમુખ બોરાણીયા ,રવજીભાઈ કાચા ,ભારતીબેન ગોહિલ ,દિવ્યા સોજીત્રા, ઉદય દેસાઈ ,કેતન જોશી, મુકુંદભાઈ દવે , આર.પી .જોશી , મહેન્દ્રભાઈ જોશી,શિવજી રૂખડા ,ધર્મેશ ઉનાગર ,અરવિંદ ભટ્ટ ,સંધ્યાબેન ભટ્ટ , નસીમબેન પઠાણ સહિતના એ શુભેચ્છાઓ પાઠવી આ સરસ મજાના અનોખા અવસરનો રાજીપો વ્યક્ત કર્યો હતો . સમગ્ર કાર્યક્રમનું સંકલન, સંચાલન પરેશ મહેતા અને વાસુદેવ સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.