સરકારી જમીનમાં 350 ઓરડી-હોલ ચણી ગોલતર કરોડો કમાયો - At This Time

સરકારી જમીનમાં 350 ઓરડી-હોલ ચણી ગોલતર કરોડો કમાયો


માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલી ઝૂંપડપટ્ટી તળાવકાંઠે 2011માં જ્યાં ખુલ્લી જમીન હતી ત્યાં ‘કવાભાઈની શેરી’ બનાવી, હાલ 2024માં તો આખા વિસ્તાર પર ‘કબજો’ 100 ઓરડી 2થી 4 લાખમાં વેચી, બાકીની ઓરડીનું મહિને રૂ.2થી 3000 ભાડું, પોલીસને જાણ કર્યા વગર પરપ્રાંતીયોને આપે છે ઓરડા જેથી અસામાજિક પ્રવૃત્તિના અડ્ડા જામ્યા.

આવાસ યોજનામાં ગરીબોના હક્કને બદલે પોતાના મળતિયાઓના નામ ઘુસાડી આવાસ કૌભાંડ આચરનાર કવા ગોલતર અને મનસુખ જાદવના કાળા કરતૂતો સામે આવી રહ્યા છે. કવા ગોલતરે આખે આખો સ્લમ વિસ્તાર બનાવી તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે તેણે એક બે કે દસ વીસ નહિ પણ સરકારી ખરાબામાં 350થી વધુ ઓરડી અને મોટો હોલ બનાવીને દર મહિને તોતિંગ ભાડું અને વેચાણ કરીને કરોડોની અસ્ક્યામતો ખડકી દીધી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.