જસદણમાં ગુજરાતની ૧ લાખ આંગણવાડી વર્કર-હેલ્પરનાં માનદ વેતન વધારા સહીતનાં પ્રશ્નો અંગે નિર્ણય લેવા આવેદન પત્ર અપાયુ - At This Time

જસદણમાં ગુજરાતની ૧ લાખ આંગણવાડી વર્કર-હેલ્પરનાં માનદ વેતન વધારા સહીતનાં પ્રશ્નો અંગે નિર્ણય લેવા આવેદન પત્ર અપાયુ


જસદણમાં ગુજરાતની ૧ લાખ આંગણવાડી વર્કર-હેલ્પરનાં માનદ વેતન વધારા સહીતનાં પ્રશ્નો અંગે નિર્ણય લેવા આવેદન પત્ર અપાયુ

જસદણમાં ગુજરાતની ૧ લાખ આંગણવાડી વર્કર-હેલ્પરનાં માનદ વેતન વધારા સહીતનાં પ્રશ્નો અંગે નિર્ણય લેવા આવેદન પાત્ર અપાયુ જેમાં આવેદનમાં માંગ હતી કે આપની સમક્ષ ગુજરાતનાં ૧ લાખ જેટલી આંગણવાડી વર્કર– હેલ્પર બહેનો ગુજરાત સરકારની તમા યોજનાઓને ગ્રામ્ય સ્તર સુધી અમલમાં મુકવા માટે સતત કામગીરી બજાવે છે. અને છેલ્લા ત્રણ ચાર માસમાં મુખ્યમંત્રી શ્રી માતૃત્વ યોજનાં (સુપોષીત માતા સ્વચ્છ બાળક) યોજનાની કામગીરી દિવસ રાત જોયા વિના રજાઓ ભોગવ્યા વિના લાંબ સમયથી કામગીરી કરેલ છે.

અન્ય કર્મચારીઓનાં પડતર પ્રશ્નોનો ઉકેલ રાજય સરકાર લાવી રહી છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ ત કામ કરતી બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા વિનંતિ છે. પ્રશ્નો અને માંગણીઓ વિગતવાર રીતે મંત્રીશ્રી, કક્ષાએ તથા સચિવશ્રી કક્ષાએ આપની સમક્ષ અગાઉ રજુ કરવામાં આવેલ છે. પરંતુ તે બાબતે કોઈજ ઉકે લાવવામાં આવેલ નથી. અને આવેદનમાં મુખ્ય માંગણીઓ હતી કે (૧) અમારી માંગણી સરકારી નોકરીયાતને મળતા લઘુતમ વેતન આપવાની છે. પરંતુ તે દરમ્યાન વચગાળાનીરાહત રુપે વર્કરને મળતા રૂા.૭,૮૦૦/- માં વધારો કરી. ૧૨,૦૦૦/– કરવા તથા હેલ્પરને મળતા રૂા. ૩૯૦૦/- માં વધારો કરી રૂા.૭,૫૦૦/- કરવા વિનંતિ છે. દિલ્હી આપ સરકાર રૂા.૧૧,૫૦૦/- આપે છે. અને હરિયાણા બી.જે.પી. સરકાર રૂા.૧૧,૦૦૦/-તથા ૧૫૦૦/- ૨૦૨૨ નો વધારો જાહેર કરેલ છે. મધ્ય પ્રદેશ સરકાર સહિત ૧૧ રાજયની સ૨કા૨ો રૂા ૧૧૦૦૦/– વધુ આપે છે. (૨) ૨૦૧૯ માં આપેલ મોબાઈલ- ચાલતા જ ન હોઈ સારી કંપની− કવોલીટીનાં મોબાઈલ આપવામાં આવે(ઉતર પ્રદેશ સ૨કા૨ે ગેલેકસી મોબાઈલ આપેલ છે) (૩) તમામ રાજયોમાં નિવૃત્તિ વય મર્યાદા ૬૦ થી ઉપર છે. ગુજરાતમાં ૫૮ છે જે ૬૦ કરવામાં આવે. (૪) સુપ્રીમ કોર્ટનાં ચુકાદા મુજબ ગ્રેચ્યુઈટીની રકમ તાકીદે ચૂકવવામાં આવે તથા પેન્શન-પ્રો.ફંડ યોજના લાગુ કરો. (૫) બાળકો કુપોષિત માતાના આહાર માટેની ફાળવાતી રકમ વર્તમાન મોંઘવારીનાં પ્રમાણમાં વધારો કરવો. (૬) ' પોષણ સુધા ' યોજનામાં લાભાર્થી- સગર્ભા માતાનાં પૂર્ણ ભોજન માટે માત્ર રૂા ૧૯ જેવી મશ્કરીરૂપ રકમમ વધારો કરી રૂા. ૮૦/– કરવા– (૭) જીલ્લા – તાલુકા ફેર બદલીન એક તક આપો. (૮) પોષણ ટેકર તથા રોજીંદા ફોટો મોકલવા અને કાર્યક્રમોના કારણે પોષણની કામગીરી તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપર અવળી અસર પડતી હોઈને તે અંગે ફેર વિચારણા કરવામાં આવે. (૯) વર્કરમાંથી સુ૫૨વાઈઝરનું અને હેલ્પરમાંથી વર્કર તરીકે પ્રમોશન ૫૦ % જગ્યા ઉપર આપવાના કેન્દ્ર સરકાર પરિપત્રનો તાત્કાલીક અમલ કરો અને પ્રમોશનો આપો. આ પ્રશ્નોને લઈને જસદણમાં ગુજરાત આંગણવાડી કર્મચારી બહેનોઓ દ્વારા જસદણમાં પ્રોગ્રામ ઓફિસર આઈ. સી. ડી. એસ ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

Report By Vijay Chauhan With Rasik Visavaliya

Mo: 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.